મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

ટંકારા આઇટીઆઇ ખાતે શુક્રવારે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે


SHARE











ટંકારા આઇટીઆઇ ખાતે શુક્રવારે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા. ૨૮ ને શુક્રવારે સવારે ૧૧ કલાકના આઇ.ટી.આઇ. સંસ્થા ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી હાથ કરશે. તેથી ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવવા ઈચ્છુક, નોન મેટ્રીક, એસએસસી, એચએસસી, આઇટીઆઇ, સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા ૧૮ થી ૩૫ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડયાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફસ, આધારકાર્ડની નકલ, જોબ બાયોડાટા વગેરે જરૂરી સાધનિક કાગળો સાથે સ્વ-ખર્ચે અત્રે જણાવ્યા અનુસાર ભરતીના સ્થળે નિયત સમય અને તારીખના રોજ અચુક ઉપસ્થિત રહેવું.ઉલ્લેખનીય છે કે, જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલા ઉમેદવારો પણ અત્રેના કાર્યક્રમમાં હાજર રહી શકશે. તેમ જિલ્લા રોજગાર અધિકારી, મોરબીની યાદીમાં જણાવાયું છે.






Latest News