મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીની આયુષ હોસ્પિટલમાં મગજ-મણકાના  ઓપરેશનનો  નિ:શુલ્ક કેમ્પ યોજાશે


SHARE











મોરબીની આયુષ હોસ્પિટલમાં મગજ-મણકાના  ઓપરેશનનો  નિ:શુલ્ક કેમ્પ યોજાશે

મોરબીમાં શ્રી સત્સાઈ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આયુષ હોસ્પિટલ  દ્રારા કરવામાં આવે છે દર્દીઓ માટે વિના મુલ્ય ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જરૂરીયામંદ દર્દીઓને મા કાર્ડ અથવા આયુષ્માન કાર્ડમાં નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે. જે દર્દી પાસે મા કાર્ડ કે આયુષ્માન કાર્ડ ન હોય તેવા દર્દીઓને કાર્ડ કાઢી આપવામાં આવશે. 

આ નિઃશુલ્ક ઓપરેશન કેમ્પ ન્યૂરો સર્જરી  એટલે કે મગજ, મણકા અને કરોડરજ્જુના દર્દીઓ માટે છે. જેમાં ડો. મિલન મકવાણા સાહેબ (M.S., DNB, ન્યૂરોસર્જન) પોતાની સેવા આપશે આ હોસ્પિટલના સંચાલક ડો. ચેતન અઘારાના જણાવ્યા મુજબ આ કેમ્પમાં મગજની ગાંઠ, મજગની ઈજા, મગજમાં હેમરેજ, મગજમાં પાણી ભરાવુ, માથાનો  દુખાવો, લકવાની અસર તેમજ કમર અને ડોકનો દુઃખાવો, મણકાની ઇજા, મણકાની ગાંઠ, કેન્સર કે ટીબી, મણકાના ફેક્ચર, મણકાનો ઘસારો, મણકા ખસી જવા, ગાદીની તકલીફ, ગાદીમાં સોજો, નસ દબાઈ જેવી વગેરેની તકલીફ વાળા દર્દીઓ સરવારનો લાભ લઈ શકે છે અને આ કેમ્પ તારીખ ૨૧-નવેમ્બર, રવિવારે સવારે ૧૦ થી ૧ આયુષ હોસ્પિટલ જુના બસ સ્ટેન્ડ પાસે મોરબી ખાતે રાખેલ છે. અને વધુ માહિતી માટે ૭૫૭૫૦ ૮૮૮૮૮ અને ૭૫૭૫૮ ૨૨૨૨૨ ઉપર સંપર્ક કરવાનો રહેશે અને કેમ્પ માટે નામ નોંધાવવાનું રહેશે અને નામ નોંધાવવા માટે ૯૨૨૮૧ ૦૮૧૦૮ ઉપર સંપર્ક કરવા માટે ડો. ચેતન અઘારાઅનુરોધ કર્યો છે






Latest News