મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર-હડમતીયા વચ્ચે ત્રિપાલ સવારી બાઇક લોખંડના બોર્ડ સાથે અથડાતાં એક યુવાનનું મોત: બે વ્યક્તિને ઇજા


SHARE







ટંકારાના સજનપર-હડમતીયા વચ્ચે ત્રિપાલ સવારી બાઇક લોખંડના બોર્ડ સાથે અથડાતાં એક યુવાનનું મોત: બે વ્યક્તિને ઇજા

ટંકારાના સજનપર ગામથી હડમતીયા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી ત્રીપલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે વળાંકમાં રોડ સાઇડની કપચીમાં બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી લોખંડના બોર્ડ સાથે બાઈક અથડાતા યુવાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈને આવ્યા હતા જો કે, યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું જે બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના નવા અમરાપર ગામે શીતળા માતાની ધાર પાસે ગુલાબભાઈ બાદીની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રમેશભાઈ ધુલિયાભાઈ બામણીયા (19) નામના યુવાનને અકસ્માતના બનાવમાં માથાના ભાગે ગંભીર જા થઈ હોવાથી તેને સારવાર માટે ટંકારાની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની ટંકારાની સરકારી હોસ્પિટલ મારફતે ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી વધુમાં પોલીસ પાસેથી મળી રહેલ માહિતી મુજબ મૃતક યુવાન રમેશભાઈ બામણીયા પોતાના હવાલા વાળા બાઈક નંબર જીજે 10 એએસ 9123 ને ત્રિપલ સવારીમાં લઈને નીકળ્યો હતો અને સજનપર ગામથી હડમતીયા તરફ જવાના રસ્તા ઉપર કેનાલથી આગળના ભાગમાં વળાંક નહીં વળતા રોડ સાઈડની કપચીના કારણે બાઇક સ્લીપ થઈ ગયું હતું અને લોખંડના બોર્ડ સાથે અથડાયું હતું જેથી યુવાન સહિતના ત્રણેય વ્યક્તિઓ નીચે પડતા તેઓને ઇજાઓ થઈ હતી અને ઇજાગ્રસ્ત હાલતમાં ત્રણેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા જોકે, રમેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ બનાવની ટંકારા પોલીસે નોંધ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News