મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

ટંકારા-મોરબી તાલુકામાં દારૂની બે રેડ: 98 બોટલ દારૂ કબ્જે, એકની ધરપકડ-એકની શોધખોળ


SHARE











ટંકારા-મોરબી તાલુકામાં દારૂની બે રેડ: 98 બોટલ દારૂ કબ્જે, એકની ધરપકડ-એકની શોધખોળ

ટંકારા તાલુકાના સજનપર ગામની સીમમાં જડેશ્વર રોડ ઉપર મંદિરની સામે આવેલ વાડીની ઓરડીમાં તેમજ મોરબી તાલુકાના ખાખરાળા ગામે આવેલ વરંડામાં દારૂની જુદી-જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને દારૂની 98 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુદા જુદા બે ગુના નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા ગામ નજીક શામળાભાઈ બાળાના વરંડામાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 58 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 31,810 ની કિંમતનો દારૂનો જથ્થો તથા 5000 ની કિંમતનો મોબાઇલ આમ કુલ મળીને 43,810 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી કાનજીભાઈ દેવદાનભાઈ બાળા (26) રહે. ખાખરાળા તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આવી જ રીતે ટંકારા તાલુકાના સજનપર ગામની સીમમાં જડેશ્વર રોડ ઉપર મચ્છુ મંદિરની સામે આવેલ દિવલ ઉર્ફે દિવાન મૈડાના કબજા ભોગવટા વાળી વાડીની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની 40 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 9000 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર આરોપી હાજર ન હોય હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દિવલ ઊર્ફે દિવારસીમૈડા રહે, હાલ સજનપર ગામની સીમ જડેશ્વર રોડ મચ્છુ માતા મંદિરની સામે વાડીમાં મૂળ રહે. દાહોદ વાળાની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News