ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી: સાસુ અને પત્ની ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી દેતા યુવાને અંતિમ પગલું ભર્યું


SHARE







મોરબી: સાસુ અને પત્ની ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી દેતા યુવાને અંતિમ પગલું ભર્યું

મૂળ મધ્યપ્રદેશના અને હાલ મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ કારખાનામાં લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા યુવાને તેના લેબર ક્વાટરમાં છતના હુકમાં ઇલેક્ટ્રીક વાયર વડે ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી તેનું મોત નીપજતા ડેડબોડીને સિવિલે લાવવામાં આવ્યુ હતુ અને બનાવની તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી.જેમાં ચોંકાવનારા કારણો સામે આવતા પોલીસે હાલ બનાવ સંદર્ભે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે પોલીસ સ્ટેશન ખાતે હાલ હરેશભાઈ રામજીભાઈ કડીવાર પટેલ રહે.મોરબી વાળાએ જાહેરાત કરી હતી કે, મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ લીનોરા વિટ્રીફાઈડ નામના કારખાનાના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા વિશાલ મુન્નાભાઈ પટેલ (ઉમર ૨૪) મૂળ રહે.મધ્યપ્રદેશ વાળાએ તેના લેબર ક્વાટરમાં છતના હુકમાં ઇલેક્ટ્રીક વાયર વડે ગળેફાંસો ખાઈ લીધેલ છે.જેથી તાલુકા પોલીસ મથકના નેહલબેન ખડિયા તથા સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ડેડબોડીને પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યું હતું.બાદમાં મૃતકના સગાઓની પૂછપરછ કરતા તેમજ મૃતકે લખેલી સુસાઇડ નોટમાંથી ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

જેમાં જણાવવામાં આવ્યું હતું કે મૃતક વિશાલ મુન્નાલાલ પટેલે તેના સાસુ તારાબાઈ બલિરામ પટેલ રહે.પાટન જીલ્લો સાગર મધ્યપ્રદેશને ઉછીના પૈસા આપ્યા હતા.તે પૈસા તેણે પરત માગતા તેણીના સાસુ મૃતક વિશાલને શરીર સંબંધ બાંધ્યો હોવાના ખોટા કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપતા હતા.જયારે આ વાત મૃતકે પોતાની પત્ની કલ્પનાબેનને કરી હતી.ત્યારે તેણીએ પણ મારી માતા પાસે પૈસા માંગશો નહીં અને જો પૈસા માંગશો તો તારે તારી ભાભી સાથે ચક્કર હતું.તેવા આરોપ મુકીને ડરાવતી ધમકાવતી હતી.જે વાતથી કંટાળી જઈને વિશાલ પટેલ નામના યુવાને તેના રૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. હાલ આ કેસની આગળની તપાસ તાલુકા પોલીસ મથકના નેહલબેન ખડિયા ચલાવી રહ્યા છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતા મહાદેવભાઇ નરસીભાઇ બારૈયા નામના ૬૧ વર્ષના વૃદ્ધ મોટરસાયકલ લઇને જતા હતા ત્યારે વાળી વિસ્તાર પાસે કોઈ સાથે ઝઘડો થતાં સામેના નિતિન નામની વ્યક્તિએ લાકડી વડે માર મારતા તેઓને ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસે જણાવેલ છે.જ્યારે હળવદના જાબીર ફિરોજભાઈ નામના ૧૮ વર્ષના યુવાનને અકસ્માતમાં ઈજા થતાં સારવારમાં મોરબી લવાયો હતો.તે બાઈક લઈને ચોટીલા તરફ જતો હતો.ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં તેને ઇજાઓ પહોંચી હતી.તેમજ ટંકારાના લજાઈ ગામના ભારતીબેન અશોકભાઈ નામના મહિલા પતિના બાઇકમાં પાછળના ભાગે બેસીને જઈ રહ્યા હતા.ત્યારે કાર ચાલકે તેઓને હડફેટે લેતા ઇજા પામતા હોસ્પિટલ લઈ જવાય હતા.

મહિલા સારવારમાં

મોરબીના વાવડી રોડ ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા પૂજાદેવી પવનકુમાર પ્રજાપતિ નામની ૨૩ વર્ષની મહિલાને તેના દિયર સાથે ઝઘડો બોલાચલી થઈ હતી તે બાબતે મનમાં લાગી આવતા દવા પી જતા તેણીને સારવાર માટે લાવવામાં આવી હતી. મોરબીના જુના એસટી બસ સ્ટેશન પાસે સિકંદર નૂરમહંમદ ખલીફા (ઉમર ૩૪) રહે.ટંકારા વાળાએ અકળ કારણસર ફિનાઇલ પી લેતા તેને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News