મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે સોરીસો ચોકડી પાસેથી 120 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 6.84 લાખનો મુદામાલ કબ્જે


SHARE







મોરબીના લધીરપુર રોડે સોરીસો ચોકડી પાસેથી 120 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 6.84 લાખનો મુદામાલ કબ્જે

મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ સોરીસો ચોકડી પાસેથી પસાર થતી કારને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તે કારમાંથી દારૂની 120 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ અને કાર મળીને 6,84,448 રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કરીને એક આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકા પોલીસની ટિમ મોરબીના લગધીરપુર રોડ ઉપર આવેલ સોરીસો ચોકડી પાસે હતી ત્યારે ત્યાંથી પસાર થતી બલેનો કાર નંબર જીજે 13 સીઇ 4003 ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે કારમાંથી 120 બોટલ દારૂ મળી આવેલ છે જેથી કરીને પોલીસે 74,448 રૂપિયાની કિંમતનો દારૂ તથા 6,00,000 ની કિંમતની ગાડી અને 10 હજાર રૂપિયાની કિંમતનો મોબાઇલ આમ કુલ મળીને 6,84,448 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી હાર્દિક રમેશભાઈ પાલણી (24) રહે.ચૂલી તાલુકો ધાંગધ્રા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પૂછપરછમાં મુન્નાભાઇ ભાલુભાઇ મેવાડા રહે.સોલડી તા.ધ્રાંગધ્રા જી.સુઃનગરનું નામ સામે આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના મકસર ગામે રહેતો હેમંત વિશ્વકર્મા (33) નામનો યુવાન સેન્સો ચોકડીથી મોરબી તરફ આવી રહ્યો હતો ત્યારે મેટાડોર સાથે તેનો અકસ્માત થયો હતો ત્યારે યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વાડી રોડ ઉપર આવેલ મીરા પાર્કમાં રહેતા જયેશભાઈ રમેશભાઈ દોશી (34) યુવાન ખોખરા હનુમાન રોડ ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે બાઈક સહિત રસ્તા ઉપર નીચે પડતા તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરી છે.






Latest News