મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

મોરબીના નગરદરવાજા ચોકથી જૂના બસ સ્ટેશન સુધી દબાણ-ગંદકી સાફ


SHARE





મોરબીના નગરદરવાજા ચોકથી જૂના બસ સ્ટેશન સુધી દબાણ-ગંદકી સાફ

મોરબીમાં છેલ્લા ઘણા સમયથી મહાપાલિકાની ટીમ દ્વારા દબાણો દૂર કરવા માટે અને ગંદકી સાફ કરવા માટેની ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે અને જુદાજુદા વોર્ડમાં કામ કરવામાં આવી રહ્યું છે તેવામાં ગૂરૂવારે સવારે મોરબીના નગરદરવાજા ચોકથી જૂના બસ સ્ટેશન સુધી દબાણ દૂર કરવા માટે અને ગંદકીને દૂર કરવા માટેનું કામ કમિશનર સ્વપ્નિલ ખરેની હાજરીમાં શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યારે જુદીજુદી સંસ્થાના લોકો પણ સફાઈ ઝુંબેશમાં જોડાયા હતા અને મોરબીના નગરદરવાજા ચોકથી જૂના બસ સ્ટેશન સુધી જેટલા પણ નાના મોટા દબાણો હતા તેને દૂર કરવામાં આવ્યા હતા અને તેમજ રોડ રસ્તા ઉપર ગંદકી હતી તેને સાફ કરી હતી અને કેટલાક વેપારીઓ પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલેખનીય છેકે, કમિશનરની હાજરીમાં મોરબીના નગરદરવાજા ચોકમાં તમામ દબાણોને દૂર તો કરવામાં આવેલ છે જો કે, હવે પાછા અહી દબાણો ન કરવામાં આવે તેના માટે વહેલી તકે જે કોઈ પણ આયોજન મહાપાલિકા દ્વારા કરવાનું હોય તે કરવામાં આવે તો કાયમી ધોરણે લોકોને ઘણી બધી વર્ષો જૂની સમસ્યાથી મુક્તિ મળશે તે નિશ્ચિત છે.




Latest News