સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સ્પાની આડમાં ગેરકાયદે પ્રવૃત્તિના ગુનામાં પકડાયેલ આરોપીના શરતી જામીન મંજૂર


SHARE





મોરબીમાં સ્પાની આડમાં ગેરકાયદે પ્રવૃત્તિના ગુનામાં પકડાયેલ આરોપીના શરતી જામીન મંજૂર

મોરબી બી. ડીવીજન પોસ્ટે વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિના ગુના કામના આરોપીને પકડવામાં આવેલ હતો અને મોરબીના વકીલ દેવ કે. જોષી મારફતે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી અને આ ગુનાના કામે આરોપીને જામીન ઉપર મુકત કરવાનો કોર્ટે હુકમ કર્યો છે.

મોરબી બી. ડીવી પોલીસ સ્ટેશનમાં અગાઉ ફરીયાદ નોંધાઈ હતી તે ગુનાના કામે આરોપી વિજયભાઈ ઉર્ફે ભુરાભાઇ જેરામભાઈ બોપલીયાની પોલીસે ધરપકડ કરેલ હતી. ત્યાર બાદ આરોપી વતી મોરબીના યુવા એડવોકેટ દેવ કે. જોષી મારફતે હાઈકોર્ટમાં જામીન મેળવવા માટેની અરજી કરેલ હતી. જેમાં બન્ને પક્ષકારોની દલીલના અંતે કોર્ટે બચાવ પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપીને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ છે. જેમાં આરોપી તરફે  મોરબીના વકીલ દેવ કે. જોષી તથા એસ.ડી. મોંઘરીયા રોકાયા હતા. તેમની ધારદાર દલીલો સાંભળી આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા હતા. આ કેસમાં વિદ્વાન વકીલ એસ.ડી. મોંઘારીયા દ્વારા  ધારદાર દલીલો કરવામાં આવી હતી તથા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટો રજૂ કરતા તેને ધ્યાને  લઇને હાઈકોર્ટ દ્વારા આરોપીના શરતી જામીન મંજુર કરવામાં આવેલ છે. આરોપી તરફે વકીલ એસ.ડી. મોંઘરીયા, મોરબીના સિનિયર વકીલ જગદીશભાઈ ઓઝા, ફેનિલભાઈ ઓઝા, દેવીપ્રસાદ (દેવ) કે. જોષી, શહેનાઝબેન સુમરા, લેખરાજ ગઢવી રોકાયા હતા.




Latest News