ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના લુણસરિયા ગામના ઝાપા પાસે ડમ્પર ચાલકે એક્ટિવાને હડફેટે લેતા વૃદ્ધનું મોત


SHARE







વાંકાનેરના લુણસરિયા ગામના ઝાપા પાસે ડમ્પર ચાલકે એક્ટિવાને હડફેટે લેતા વૃદ્ધનું મોત

વાંકાનેર નજીક લુણસરિયા ગામના ઝાપા પાસેથી વૃદ્ધ પોતાનું એકટીવા લઈને લગ્ન પ્રસંગમાંથી દીધલીયા ગામે ઘર તરફ જઈ રહ્યા હતા દરમિયાન ડમ્પર ચાલકે તેઓના એક્ટિવાને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં વૃદ્ધને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નિપજ્યું હતું જેથી મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામે રહેતા હિતેશભાઈ વનમાળીદાસ કુબાવત (45)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર નંબર જીજે 17 એક્સ એક્સ 3671 ના ચાલક સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે, તેઓના પિતા વનમાળીદાસ ભગવાનદાસ કુબાવત (70) પોતાનું એકટીવા નંબર જીજે 36 એમ 3184 લઈને લુણસરિયા ગામે લગ્ન પ્રસંગમાંથી પરત ઘરે આવી રહ્યા હતા દરમિયાન ડમ્પર ચાલકે તેઓના એક્ટિવાને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના પિતાને પેટ અને હાથ ઉપર ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નિપજ્યું હતું અને ડમ્પર ચાલક પોતાના હવાલા વાળું વાહન સ્થળ ઉપર જ છોડીને નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે.






Latest News