મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના અમરસરમાં ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા એક શખ્સે યુવાન-મહિલાને લાકડી વડે માર માર્યો


SHARE







વાંકાનેરના અમરસરમાં ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા એક શખ્સે યુવાન-મહિલાને લાકડી વડે માર માર્યો

વાંકાનેર તાલુકાના અમરસર ગામે રહેતા યુવાનના ઘર પાસે ગાળો બોલતા શખ્સને ગાળો બોલવાની ના પાડી હતી જેથી કરીને તે શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે યુવાન અને એક મહિલાને માથામાં લાકડી વડે માર મારતાં બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે આવ્યા હતા અને હાલમાં યુવાને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરેલ છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ અમરસર ગામે રહેતા કિશોરભાઈ ભીમજીભાઇ સીતાપરા (ઉંમર ૨૮) હાલમાં વિનોદભાઈ જીવાભાઈ ધંધુકિયા (ઉમર ૩૫) રહે. અમરસર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આરોપી વિનોદભાઈ તેઓના ઘર પાસે ગાળો બોલતા હતા જેથી કરીને કિશોરભાઈએ તેને ગાળો બોલવાની ના પાડી હતી ત્યારે ઉશ્કેરાઈ જઈને વિનોદભાઈએ તેના હાથમાં રહેલ લાકડી વડે કિશોરભાઈને માથામાં માર માર્યો હતો અને ત્યારે બચવા માટે વચ્ચે પડેલા ગૌરીબેનને પણ તેને માથામાં લાકડીનો ઘા માર્યો હતો આમ મહિલા સહિત બે વ્યક્તિને વિનોદભાઈએ લાકડી વડે માર માર્યો હતો જેથી કરીને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવ બાદ કિશોરભાઈ સીતાપરાએ હાલમાં વિનોદભાઈ ધંધુકિયાની સામે વાકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરેલ છે.






Latest News