ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વેણાસર નજીક ઝૂપડામાંથી બંદૂક સાથે એક શખ્સ પકડાયો


SHARE







માળીયા (મી)ના વેણાસર નજીક ઝૂપડામાંથી બંદૂક સાથે એક શખ્સ પકડાયો

માળીયા તાલુકાના વેણાસર ગામની સીમમાં ઝૂપડામાં રહેતા શખ્સ પાસે હથિયાર હોવાની બાતમી મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં જઈને ચેક કર્યું હતું ત્યારે સ્થળ ઉપરથી દેશી બનાવટની જામગરી બંદૂક મળી આવી હતી જેથી કરીને પોલીસે 2,000 ની કિંમતનું હથિયાર કબજે કરેલ છે અને આરોપીને પકડીને તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનની ટિમ પેટ્રોલિંગમા હતી ત્યારે રાયમલભાઈ શિયાર અને મોસીનભાઇ સીદીને હકિકત મળી હતી કે, માળીયા તાલુકાના વેણાસર ગામની સીમમાં કાદુરી વિસ્તાર તરીકે ઓળખાતા એરિયામાં ઝૂપડામાં રહેતા શખ્સ પાસે દેશી બનાવટનું હથિયાર છે જેથી કરીને પોલીસે ત્યાં જઈને ચેક કર્યું હતું ત્યારે સ્થળ ઉપરથી દેશી બનાવટની એક જામગરી બંદૂક મળી આવી હતી જેથી કરીને 2000 ની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી પરબતભાઈ પ્રભુભાઈ દેગામા (45) રહે. કાદુરી વિસ્તાર વેણાસર ગામની સીમ માળિયા(મિ.) વાળાની ધરપકડ કરેલ છે. અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News