ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા દ્વારા ડે.એન.યુ.એલ.એમ. ટીમ સાથે આશ્રય ગૃહ માટે નાઈટ ડ્રાઇવ યોજવામાં આવી


SHARE







મોરબી મહાપાલિકા દ્વારા ડે.એન.યુ.એલ.એમ. ટીમ સાથે આશ્રય ગૃહ માટે નાઈટ ડ્રાઇવ યોજવામાં આવી

મોરબીમાં રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ  મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે ઘર વિહોણા અને નિરાધાર લોકોને નિ:શુલ્ક રહેવા, જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓનું મોરબી મહાપાલિકા દ્વારા સંચાલન કરવામાં આવે છે. જેમાં રાજ્ય સરકાર તરફથી મળતી મદદ અને વિવિધ દાતાઓના સહયોગથી મોરબી મહાપાલિકા દ્વારા નિમણુંક થયેલ શ્રી સિધ્ધિ ખાદી ગ્રામોદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલન કરવામાં આવે છે.

ગત તા. 5/2/25 ના રોજ મોરબી મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરે તથા નાયબ કમિશનર કુલદીપસિંહ વાળાની આગેવાની હેઠળ કોર્પોરેશન ટીમના સિનિયર પ્રતિનિધિઓ સાથે સંચાલક સંસ્થાના પ્રતિનિધિઓ સહિત સ્થાનિક વિસ્તારોના ઘર-વિહોણા લોકોની સ્થળ પર મુલાકાત કરીને તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. તેમજ તેમને આશ્રય ગૃહનો લાભ લેવા પ્રેરિત કરવાની ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોરબી શહેરના જુદા-જુદા જાહેર માર્ગો અને ફૂટપાથ પર રાત્રિ દરમ્યાન આશ્રય લઈ રહેલા લોકોને તાત્કાલિક સમજાવટ દ્વારા સંસ્થાના વાહન મારફતે આશ્રયગૃહ ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા અને હવે પછી જાહેરમાં રસ્તા પર સુવાને બદલે આશ્રયગૃહનો લાભ લેવા અંગે તેઓને સહમત કર્યા હતા. ઉપરોક્ત ડ્રાઇવ દ્વારા ૩૯ ઘર વિહોણા લોકોને પોતાના પરિવાર સાથે આશ્રય ગૃહ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સંસ્થાના સંચાલક દ્વારા નિયમિત રીતે આ પ્રકારની નાઈટ ડ્રાઇવ દ્વારા લાભાર્થીઓને સમજાવીને સંસ્થાના વાહન મારફતે આશ્રયગૃહ ખાતે પહોંચાડવામાં આવે છે. મોરબી મહાપાલિકા તંત્ર દ્વારા આશ્રયગૃહમાં મહતમ ઘર વિહોણા વ્યક્તિઓ લાભાન્વિત બને, સમાજમાં તેમના પ્રત્યે લાગણી વધે, તેમના પ્રત્યે હકારાત્મક વલણ બને અને તેમને જરૂરી સહારો મળે તે માટે તમામ મોરબી નગરવાસીઓના પ્રયાસ આવકાર્ય છે. તેમ કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News