મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષાનુ આયોજન


SHARE







મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષાનુ આયોજન

મોરબીમાં આવેલ ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષાનુ આયોજન કરેલ છે જેમાં આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષા આપવાના હોય તે વિદ્યાર્થી આવી શકે છે તેના માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું છે.

આગામી બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓને ડર હોય કે બોર્ડ  પરીક્ષા કેવી હોય છે જેથી કરીને આગામી દિવસોમાં ધો. 10 બોર્ડની પરીક્ષા આપવાના હોય તે વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે બેઠક વ્યવસ્થા કેવી રીતે હોય, રસીદ, ઉતરવહી, બારકોર્ડ સ્ટીકર, ખાખી સ્ટીકર પુરવણી વગેરે જે કોઈ પણ પ્રશ્ન વિદ્યાર્થીના મનમાં હોય કે પછી સમસ્યાઓ ઊભી થતી હોય તો તેનું તેને સમાધાન મળે તેના માટે ગીતાંજલી વિદ્યાલય ખાતે બોર્ડની પ્રિ-પરીક્ષાનુ આયોજન કરેલ છે. આ પરીક્ષા આગામી તા 9 ને રવિવારે સવારે 8:30 થી 12:00 સુધીમાં ગીતાંજલી વિદ્યાલય ખાતે યોજાશે જેમાં ભાગ લેવા માટે ઇચ્છતા વિદ્યાર્થીઓએ https://surveyheart.com/form/67971e56cf247a4fda2940c6 આ લિન્ક ટચ કરીને રજીસ્ટ્રેશન કરાવવાનું છે તેવું આયોજકોએ જણાવ્યુ છે.






Latest News