મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર મોરબીમાં માધાપર ઝાંપા પાસે ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા ત્રણ પકડાયા મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ દારૂની રેડમાં 85 બોટલ દારૂ ઝડપાયો અપમૃત્યુના બે બનાવ: મોરબી નજીક મશીનમાં હાથ આવી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત, કંસારા શેરીમાં ઘરમાં પડી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના યુવાનનું સાયલા નજીક માર્ગ અકસ્માતમાં કરૂણ મૃત્યુ મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પાલિકાના રોજમદાર કર્મચારીને લાફો ઝીકિને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરનાર સામે ગુનો નોંધાયો


SHARE













વાંકાનેરમાં પાલિકાના રોજમદાર કર્મચારીને લાફો ઝીકિને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરનાર સામે ગુનો નોંધાયો

વાંકાનેરના વીસીપરા ધમાલ પર જવાના રસ્તે નગરપાલિકાની સરકારી રીક્ષા લઈને યુવાન જતો હતો ત્યારે રીક્ષાના આગળના કાચમાં એક શખ્સે જોરદાર મૂકો માર્યો હતો જેથી રિક્ષામાં કોઈ તૂટફૂટ  થાય તો જવાબદારી મારી હોય છે તેવું યુવાને કહ્યું હતું જેથી સામે વાળા શખ્સે યુવાન વાંકાનેર પાલિકામાં રોજમદાર તરીકે કામ કરે છે તે જાણતો હોવા છતાં પણ તેની સાથે બોલાચાલી કરી હતી અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને અભદ્ર શબ્દો કહ્યા હતા તેમજ લાફો માર્યો હતો જેથી ભોગ બનેલ યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ આંબેડકર નગર શેરી નં-5 માં રામ મંદિરની સામેના ભાગમાં રહેતા આકાશભાઈ ગોવિંદભાઈ લઢેર (31)હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મનીષભાઈ ભાટી રહે. વીસીપરા વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તે પાલિકામાં રોજમદાર તરીકે ફરજ બજાવતા હોય નગરપાલિકાની સરકારી રીક્ષા લઈને વીસીપરા ધમલપર જવાના રસ્તેથી જતા હતા ત્યારે રિક્ષાના આગળના કાચમાં સામે વાળાએ જોરદાર મુકો માર્યો હતો જેથી ફરિયાદી રિક્ષામાં કોઈ નુકશાન થાય તો જવાબદારી તેની હોય છે તેવું કહ્યું હતું જેથી ઉશ્કેરાયેલા શખ્સે ફરિયાદીના એરિયામાં આવીને “હવા કેમ કરો છો” તેવું કહીને તમારાથી કશું થાય નહીં એવું કહીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને અભદ્ર શબ્દો કહ્યા હતા તથા ફરિયાદી યુવાને લાફો માર્યો હતો જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News