મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાંથી બીયરના 36 ટીન સાથે આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં ઘરમાંથી બીયરના 36 ટીન સાથે આરોપીની ધરપકડ

મોરબીના વીસીપરા વિસ્તારમાં સ્કૂલની બાજુમાં રહેતા શખ્સનાં ઘરમાં દારૂની રેડ કરી હતી ત્યારે તેના ઘરમાંથી 36 બિયરના ટીમળી આવ્યા હતા જેથી કરીને 4500 રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં અમરેલી રોડ પર રોયલ સ્કૂલની બાજુમાં રહેતા કિશન મકવાણાના મકાનમાં દારૂ બિયરનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બિયરના 36 ટીમળી આવ્યા હતા જેથી કરીને આરોપી કિશન રમેશભાઈ મકવાણા (19)ની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આ શખ્સ પાસેથી મળી આવેલ બીયરના ટીન તે ક્યાંથી લઈને આવેલ છે તે દિશામાં પોલીસે આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતા વિવેક સુષ્માસીંગ (25) નામના યુવાનને વીસીપરા વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News