મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદના સુખપર ગામે યુવાન ઉપર નજીવી વાતે બે શખ્સ દ્વારા છરી અને પાઇપ વડે હુમલો


SHARE







હળવદના સુખપર ગામે યુવાન ઉપર નજીવી વાતે બે શખ્સ દ્વારા છરી અને પાઇપ વડે હુમલો


હળવદ તાલુકાના સુખપર ગામે રહેતા યુવાનને જે વ્યક્તિને સરકારી મકાન મળવાનું હતુ તેના ભાઇને કાગળો બાબતે ફોન કર્યો હતો જે તેને સારું નહીં લાગતા તેણે ફરિયાદી તથા સાહેદો સાથે બોલાચાલી કરી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારબાદ છરી વડે હુમલો કરીને યુવાનને પડખાના ભાગે છરીનો ઘા માર્યો હતો તથા પ્લાસ્ટિકના પાઇપથી માર માર્યો હતો જેથી ઈજા પામેલ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના સુખપર ગામે રહેતા રોહિતભાઈ ભુપતભાઈ લોદરીયા (35)એ જ્યોતિષભાઈ માલુભાઈ લોદરીયા અને વિશાલભાઈ જ્યોતિષભાઈ લોદરીયા રહે. બંને સુખપર વાળા સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવી છે કે જ્યોતિષભાઈના ભાઈને સરકારી મકાન મળવાનું હોય જેના કાગળ બાબતે ફોન કરેલ હતો જે તેને સારું નહીં લાગતા તેણે ફરિયાદી તથા સાહેદો સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્યારે જ્યોતિષભાઈએ તેની પાસે રહેલ છરી વડે હુમલો કરીને ફરિયાદી યુવાનને પડખાના ભાગે છરીનો એક ઘા માર્યો હતો જ્યારે વિશાલભાઈએ પ્લાસ્ટિકના પાઇપ પડે યુવાને માર માર્યો હતો જેથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
એક બોટલ દારૂ સાથે ઝડપાયો
મોરબીમાં ઉમા ટાઉનશીપ પાસે વેજીટેબલ રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે 696 ની કિંમતની દારૂની બોટલ સાથે ભગીરથસિંહ ઉર્ફે ભગીભાઈ સુરુભા ઝાલા (32) રહે શિવ પાર્ક સોસાયટી વેજીટેબલ રોડ મોરબીવાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝનમાં ગુનો નોંધાયો છે.






Latest News