ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડ ઉપરથી પૈસા ભરેલી કોથળી મળી


SHARE







મોરબીના પંચાસર રોડ ઉપરથી પૈસા ભરેલી કોથળી મળી

મોરબીના પંચાસર રોડ ઉપરથી પૈસા ભરેલ થેલી મળેલ હોય અને પૈસા સાથેની આ થૈલી તેના મૂળ માલિકને પરત કરવાની હોય ઓળખ આપીને થેલી પરત મેળવી લેવી તેમ જણાવ્યું છે.

મોરબીના પંચાસર રોડ ઉપરથી સવારે મોર્નિંગ વોકમાં નીકળેલા વસંતભાઈ આહીરને પ્લાસ્ટિકના ઝભલામાં વિટેલ પૈસા ભરેલ કોથળી મળી હતી અને તેમાં અમુક રૂપિયા હોય અને તે રૂપિયા તેઓ મૂળ માલિકને પરત કરવા ઇચ્છતા હોય જે કોઈની પણ પૈસા ભરેલી કોથળી પડી ગઈ હોય તેઓ દ્વારા વસંતભાઇ આહિરનો સંપર્ક કરવામાં આવે તેમ તેઓએ જણાવ્યું છે.પંચાસર રોડ ઉપરથી આ પૈસા ભરેલી થેલી તેઓને મળેલ હોય તેમાં કેટલા પૈસા છે..? અને ક્યાં પડી હતી..? તેની ઓળખ આપીને ખરાઈ કરવામાં આવશે અને ત્યારબાદ ખરા માલિકને જ તે પૈસા આપવામાં આવશે તેમ વસંતભાઈએ જણાવેલ છે.ઉપરોક્ત વર્ણન મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર જો કોઈના પૈસા ભરેલ કોથળી પડી ગયેલ હોય તો તેઓએ વસંતભાઈ આહીરનો તેમના મોબાઈલ નંબર ૯૮૨૫૩ ૯૦૨૯૫ ઉપર સંપર્ક કરવો તેમ તેઓએ જણાવેલ છે અને ખાસ જણાવેલ છે કે યોગ્ય ઓળખ આપનાર અને કોથળીમાં પૈસા સાથે અમુક વસ્તુ છે તેની પણ માહિતી આપી શકનારને જ આ પૈસા આપવામાં આવશે.






Latest News