ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની સિરામિક પ્રોડક્ટમાં 10 ટકાનો ભાવ વધારો નિશ્ચિત: અમુક કારખાનેદારોને વીજ-ગેસ બિલ ભરવામાં પણ ટીંગાટોળી !


SHARE





મોરબીની સિરામિક પ્રોડક્ટમાં 10 ટકાનો ભાવ વધારો નિશ્ચિત: અમુક કારખાનેદારોને વીજ-ગેસ બિલ ભરવામાં પણ ટીંગાટોળી !

મોરબીનો સિરામિક ઉધોગ છેલ્લા ઘણા સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે અને હાલમાં કેટલાક કારખાનેદારોને તેમના વીજ બિલ અને ગેસના બિલ પણ સમયસર ભાવમાં મુશકેલી પડી રહી છે ત્યારે વિશ્વકક્ષાના મોરબીના સિરામિક ઉદ્યોગને ટકાવી રાખવા માટે મોરબી સિરામિક એસો. દ્વારા ઉદ્યોગકારોની સાથે મિટિંગ કરીને આગામી પહેલી તારીખની સિરામિક પ્રોડક્ટના ભાવમાં 10 ટકાનો વધારો કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવેલ છે અને તેની જાણ એસો. મારફતે દિલરોને કરી દેવામાં આવેલ છે.

મોરબીનો સિરામિક ઉદ્યોગ ઘણા સમયથી મુશકેલીમાં છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી કેમ કે, સિરામિકના 200 થી વધુ કારખાના બંધ થઈ ગયેલ છે અને લગભગ 150 જેટલા કારખાના સમયાંતરે શટડાઉન લેતા હોય છે. આલુ જ નહીં કેટલાક સિરામિક કારખાનેદારો પાસેથી મળી રહેલ માહિતી મુજબ દર મહિને વીજ બિલ અને ગેસના બિલ ભરવા માટે રૂપિયા ભેગા કરવા માટે ઉદ્યોગકારો હેરાન થતાં હોય છે અને વીજ કંપની તેમજ ગેસ કંપની પાસે સમયસર બિલ ન ભરતા ગ્રાહકોના હિટ લિસ્ટ પણ તૈયાર જ હોય છે ત્યારે આ ઉદ્યોગને ટકાવી રાખવા માટે સરકાર તરફથી હુંફ મળશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે ત્યારે મોરબીના સિરામિક એસો.ના પ્રમુખોની હાજરીમાં ઉદ્યોગકારોની મિટિંગ મળી હતી જેમાં સર્વાનુમતે સિરામિક ટાઈલ્સના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે.

મોરબી સિરામિક ફલોર ટાઇલ્સના પ્રમુખ વિનોદભાઇ ભાડજા અને વોલ ટાઇલ્સના પ્રમુખ હરેશભાઈ બોપલિયા પાસેથી મળેલ માહિતી મુજબ વોલ, ફ્લોર અને પાર્કિંગ ટાઈલ્સમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે કેમ કે, સીરામીક ઇન્ડસ્ટ્રીઝ હાલમાં નુકશાનીમાંથી પસાર થઇ રહી છે જેથી કરીને તમામ ઉદ્યોગકારોની સાથે ચર્ચા કરીને આગામી તા 1 ફેબ્રુઆરીથી સીરામીક વોલ, ફ્લોર અને પાર્કિંગ ટાઇલ્સના વર્તમાન ભાવમાં 10 ટકાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. અત્રે ઉલેખનીય છેકે, છેલ્લા 6 મહિનામાં સીરામીક રો મટીરીયલ, ગેસ અને પેકીજીંગ વિગેરેના ભાવમાં વધારો થયેલ છે જેથી કરીને વર્તમાન ભાવમાં ટાઇલ્સના ઉત્પાદન અને વેચાણથી કારખાનેદારોને મોટી નુકશાની થઈ રહી છે ત્યારે ક્વોલિટી અને સપ્લાય કન્ટિન્યુટી ટકાવી રાખવા માટે સીરામીક પ્રોડક્ટના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. અને આમ છતાં પણ આગામી સમયમાં જરૂર જણાશે તો આકસ્મિક પ્રોડક્સન કાપ મૂકવાનો પણ નિર્ણય કરવામાં આવે તેવી શ્ક્યતા છે.




Latest News