મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ આચારીને ગર્ભ રાખી દેનારા દુકાનદારને જીવનના છેલ્લા શ્વાસ સુધી સખત કેસની સજા


SHARE











મોરબી તાલુકામાં માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ આચારીને ગર્ભ રાખી દેનારા દુકાનદારને જીવનના છેલ્લા શ્વાસ સુધી સખત કેસની સજા

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં માનસિક અસ્થિર મગજની સગીરા દુકાને વસ્તુ લેવા માટે ગઈ હતી ત્યારે દુકાનદારે દુકાનનું શટર બંધ કરીને તેની સાથે બે વખત દુષ્કર્મ આચર્યું હતું અને આ બાબતે કોઈને જાણ કરીશ તો તારી માતાને મારી નાખશે તેવી ધમકી આપી હતી દરમ્યાન સગીરાને ગર્ભ હોવાનું સામે આવ્યું હતું જેથી આ બાબતે સગીરાની માતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે આરોપીની ત્યારે ધરપકડ કરી હતી અને આ કેસ મોરબીની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીને જીવનના છેલ્લા શ્વાસ સુધી સખત કેદની સજા તથા 85 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને ભોગ બનેલ સગીરાને વળતર અને દંડની રકમ ભારે તો તે રકમ પણ સગીરાને આપવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે

આ કેસની મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીરા ગામની અંદર આવેલ સુરેશ ભગવાનજીભાઈ ઝાલરીયાની દુકાને વસ્તુ લેવા માટે વર્ષ 2022 માં ગઈ હતી ત્યારે દુકાનદારે આ માનસિક અસ્થિર સગીરાને દુકાનની અંદર લઈને સટર બંધ કર્યું હતું અને ત્યાર બાદ સગીરાની સાથે બળજબરીથી કપડા કાઢીને દુષ્કર્મ આચર્યું હતું અને જો આ બાબતની કોઈને જાણ કરશે તો સગીરાને તેની માતાને મારી નાખશે તેવી ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ સગીરાએ આ બાબતની જે તે સમયે કોઈને જાણ કરી ન હતી અને ત્યાર બાદ સગીરાને થોડા સમય બાદ પેટમાં દુખાવો ઉપાડતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારે તે સગીરાને 19 અઠવાડિયાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ બનાવ સંદર્ભે ભોગ બનેલ સગીરાની માતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આરોપી સુરેશ ભગવાનજીભાઈ ઝાલરીયા ની ધરપકડ કરી હતી અને જે તે સમયે કોર્ટમાં રજૂ કરીને તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ કેસ મોરબીમાં મહે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે.આર.પંડ્યા સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મોરબી જિલ્લાના મદદની સરકારી વકીલ એન.ડી.કારીઆ દ્વારા કરવામાં આવેલ દલીલો તથા રજુ કરવામાં આવેલા 44 પુરાવાઓને ધ્યાને રાખીને કોર્ટે આરોપી સુરેશ ભગવાનજીભાઈ ઝાલરીયાને જીવનના છેલ્લા શ્વાસ સુધી સખત કેદની સજા ફટકારી છે અને જુદી જુદી કલમ હેઠળ કુળ મળીને 85 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે તેમજ ભોગ બનેલ સગીરાને 4 લાખનું વળતર અને આરોપી દ્વારા જો દંડની રકમ ભરવામાં આવે તો તેના સહિત 4.85 લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવા માટે હુકમ કરવામાં આવ્યો છે.






Latest News