મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાંથી સગીરાનું અપહરણ, પોલીસ તપાસ શરૂ


SHARE











મોરબીમાંથી સગીરાનું અપહરણ, પોલીસ તપાસ શરૂ

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી કેનાલ નજીક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના મજૂર પરિવારની સગીરવયની દીકરીનું લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને અપહરણ કરવામાં આવેલ હોય હાલ ભોગ બનનાર પરિવાર દ્વારા તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.

મોરબી તાલુકા પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના અને હાલ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવરીયાળી કેનાલ નજીક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીરવયની દીકરીનું ગત ત.૫-૧ ના રોજ અપહરણ કરવામાં આવ્યું હોય અને હાલ ભોગ બનેલ સગીરાના પરિવારજનો દ્વારા મુકેશ કાલુરામ સૂર્યવંશી રહે.બાંડા હેરડી મોહન બળદિયા જીલ્લો સાજાપુર મધ્યપ્રદેશ સામે ફરિયાદ નોંધાવેલી હોય પોલીસે અપહરણ તથા પોકસો એક્ટની કલમ મુજબ મુકેશ સૂર્યવંશી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.અને હાલ ભોગ બનેલ સગીરાને શોધવા તથા આરોપીને પકડવા માટે તાલુકા પોલીસ મથકના પીઆઇ એસ.કે.ચારેલ તથા સ્ટાફ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

છરી વડે હુમલો કરનાર પકડાયો

મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં આવેલ હડકાઈ માતાના મંદિર નજીક રહેતા કિશન બેચરભાઈ પાટડીયા નામના ૨૫ વર્ષના યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હોય તેણે સારવાર લીધા બાદ ત્રાજપરના રહેવાસી વિક્રમ ઉર્ફે છનો ગોરધન સેલાણીયા સામે ફરિયાદ નોંધાવી હતી.જેથી બનાવની તપાસ ચલાવી રહેલા બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા છરી વડે હુમલો કરનાર વિક્રમ ઉર્ફે છનો ગોરધનભાઈ સેલાણીયા (૨૦) રહે.ત્રાજપર હડકાઈ માતા મંદિર નજીકની શેરીમાં સામાકાંઠે મોરબી-૨ ની ધરપકડ કરી હતી અને કાયદાનું ભાન કરાવ્યું હતું.

ખનીજ વિભાગની કાર્યવાહી

મોરબીમાં માઇન સુપરવાઇઝર દ્વારા મોરબીના સામાકાંઠે આવેલ માળિયા ફાટક ઓવરબ્રીજ નજીક વોચ ગોઠવવામાં આવી હતી અને ત્યાંથી નીકળેલ ટાટા ડમ્પરને અટકાવવામાં આવ્યું હતું જેમાં ફ્રાબાસેલ નામનું ખનીજ ભરેલું હોય અને તેના આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા.જે ચાલક પાસે ન હોય હાલ દંડ વસૂલવાની કાર્યવાહી કરવા માટે ઉપરોક્ત વાહન સીઝ કરીને સીટી બી ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામેના ભાગે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા પાયલબેન પ્રકાશભાઈ મહેતા નામની ૨૫ વર્ષીય મહિલાને તેના ઘરે મારામારીના બનાવમાં ઈજાઓ થઈ હતી.જેથી સારવાર માટે અત્રેની સરકારી હોસ્પિટલએ લાવવામાં આવ્યા હતા અને બનાવને પગલે હાલ સ્ટાફના હિતેશભાઈ મકવાણા આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News