ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પંચાયતે ગવર્નમેંટ ઇ-માર્કેટ મારફતે વસાવેલ સીસીટીવી કેમેરા અને ભાડાની ગાડીમાં કૌભાંડની આશંકા


SHARE







મોરબી તાલુકા પંચાયતે ગવર્નમેંટ ઇ-માર્કેટ મારફતે વસાવેલ સીસીટીવી કેમેરા અને ભાડાની ગાડીમાં કૌભાંડની આશંકા

મોરબી તાલુકા પંચાયતના પ્રમુખની ગાડી ભાડે રાખવામાં આવી છે તેને લઈને તેમજ તાલુકા પંચાયતમાં મૂકવામાં આવેલ સીસીટીવી કેમેરાને લઈને હાલમાં કેટલાક પ્રશ્નો ઊભા થયા છે અને ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચા ચાલી રહી છે તેવામાં જે ભાવથી કેમેરા મૂકવામાં આવેલ છે તેનાથી ચોથા ભાગની કિંમતે બજારમાં ખુલ્લા ભાવે તે કેમેરા મળી રહે તેમ છે જેથી સરકારે નક્કી કરેલ ગાઈડ લાઇન મુજબ કેમેરાની ખરીદી કરવામાં આવેલ છે તો સરકાર દ્વારા શા માટે ઊંચા ભાવે કેમેરાની ખરીદી કરવામાં આવી તે સૌથી મોટો સવાલ છે.

મોરબી તાલુકા પંચાયતને સરકાર તરફથી વિકાસ કામો કરવા માટે થઈને ગ્રાન્ટો મળતી હોય છે અને તે ઉપરાંત તાલુકા પંચાયતના પ્રમુખને સરકારી ગાડી પણ મળતી હોય છે જોકે તાલુકા પંચાયતના પ્રમુખની જૂની સરકારી ગાડીની મર્યાદા પૂરી થઈ ગયેલ હતી જેથી તે ગાડીને કન્ડમ કરીને વેચાણ કરી નાખવામાં આવેલ હતી ત્યારબાદ નવી ગાડી લેવા માટે સરકાર તરફથી મંજૂરી મળી ન હોવાથી હાલમાં ભાડા ઉપર ગાડી રાખવામાં આવેલ છે અને તેના માટેની ગવર્નમેંટ ઇ માર્કેટ (જીઈએમ) મારફતે ગાડી ભાડે રાખવામાં આવેલ છે અને તાલુકા પંચાયતમાં આવતા જતા લોકોની અવરજવર ઉપર દેખરેખ રહી શકે તે માટે થઈને સરકારી ગ્રાન્ટ હેઠળ સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે તેની ખરીદી પણ ગવર્નમેંટ ઇ માર્કેટ મારફતે કરવામાં આવેલ છે

આ બંને કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે આ બાબતે જિલ્લા તાલુકા પંચાયતના ટીડીઓ પી.એસ.ડાંગર સાથે કરતાં તેમણે કહ્યું હતું કે, સીસીટીવી કેમેરાની ખરીદી ગવર્નમેંટ ઇ માર્કેટ મારફતે કરવામાં આવેલ છે અને તેના માટે 6 જેટલી પાર્ટીના ભાવ આવ્યા હતા જેમાંથી સૌથી નીચા ભાગ રાજકોટના પિરામિડ સોલ્યુસનના હતા જેથી તેની પાસેથી કેમેરા લેવામાં આવેલ છે. અને તાલુકા પંચાયતમાં 13 કેમેરા ફિટ કરવામાં આવેલ છે જેની સામે 6 લાખનું બિલ આપવામાં આવ્યું છે. અને આ બંને કામ તેઓના કહેવા મુજબ સરકારના નીતિ નિયમો અને ધારા ધોરણ મુજબ કરવામાં આવ્યા છે જેથી કરીને તાલુકા પંચાયત તથા સરકાર બદનામ થાય તે રીતે જે ખોટી ચર્ચા વહેતી કરનારની સામે આગામી સમયમાં લીગલી કાર્યવાહી થાય તેવા સંકેતો ટીડીઓ તરફથી મળેલ છે.






Latest News