મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ડ્રગ્સ સાથે પકડાયેલ સમસુદ્દીન, મુખ્તાર હુશૈન અને ગુલામ હુસૈનના સ્પેશિયલ કોર્ટે મંજૂર કર્યા 12 દિવસના રિમાન્ડ


SHARE











મોરબીમાં ડ્રગ્સ સાથે પકડાયેલ સમસુદ્દીન, મુખ્તાર હુશૈન અને ગુલામ હુસૈનના સ્પેશિયલ કોર્ટે મંજૂર કર્યા 12 દિવસના રિમાન્ડ

મોરબીના ઝીંઝુડા ગામે રહેણાંક મકાનમાંથી ૧૧૮.૬૫૦ કિલો જેટલા હેરોઇનના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અને એટીએસની ટીમ દ્વારા જે ત્રણ આરોપીઓને પકડવામાં આવ્યા હતા તેને આજે મોરબીની પ્રિન્સિપાલ ડ્રીસ્ટકટ એન્ડ એડિશનલ સેશન્સ કોર્ટ અને એનડીપીએસની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કોર્ટે બંને પક્ષના વકીલોની દલીલને ધ્યાનમાં રાખીને એટીએસની ટીમ દ્વારા ૧૪ દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા તેની સામે ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે જેથી કરીને આગામી ૨૮ તારીખ સુધી ૩ શખ્સો એટીએસના કબજામાં રહેશે અને તે દરમિયાન કેટલાક નવા ચોંકાવનારા ખુલાસાઓ પણ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે

ગુજરાતના દરિયા કાંઠેથી ગુજરાતની અંદર મોટા પ્રમાણમાં જથ્થો ઉતારવામાં આવ્યો હોય તે રીતે છેલ્લા દિવસોમાં જુદી જુદી જગ્યા ઉપરથી ડ્રગ્સનો મોટો જથ્થો પકડાઇ રહ્યો છે તેવામાં મોરબીની વાત કરીએ તો મોરબી તાલુકાના ઝીંઝુડા ગામેથી સમસુદિન પીરજાદા નામના શખ્સનાં ઘરમાઠી ૧૧૮.૬૫૦ કિલો હેરોઇનના જથ્થા સાથે ત્રણ શખ્સો પકડાયા હતા જેમાં ઝીંઝુડા ગામના સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદ (ઉ.૩૭), મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર હાજી નૂરમોહમ્મદ રાવ (ઉ.૩૯) રહે. બસ સ્ટેન્ડ રોડ, મેઇન બજાર, જોડીયા અને ગુલામ હુસૈન ઉમર ભગાડ રહે. સલાયા જિલ્લો દેવભૂમી દ્વારકા વાળાનો સમાવેશ થાય છે આ ત્રણ શખ્સોને મોરબી પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ એન્ડ એડિશનલ સેશન્સ કોર્ટ અને  એનડીપીએસ સ્પેશિયલ કોર્ટમાં આજે રજૂ કર્યા હતા ત્યારે જજ એ.ડી. ઓઝાએ  બંને પક્ષના વકીલની દલીલને ધ્યાનમાં રાખીને હાલમાં આરોપીના આગામી તારીખ ૨૮ સુધી એટલે કે બાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે તેવું સરકારી વકીલ વિજયભાઈ જાનીએ જણાવ્યુ છે

રવિવારે સાંજના સમયે મોરબી તાલુકાના ઝીંઝુડા ગામે સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદ કે જે મૂળ બાબરા તાલુકાના મીયા ખીજડીયા ગામનો રહેવાસી છે તેના ઘરની અંદર એટીએસની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે તેના ઘરની અંદરથી જામનગર જિલ્લાના જોડિયા મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર હાજી નૂરમોહમ્મદ રાવ અને તેની સાથે સલાયાનો રહેવાસી ગુલામ હુસૈન ઉમર ભગાડ મળી આવ્યા હતા અને આ ત્રણેય શખ્સો પાસેથી કુલ મળીને ૧૧૮.૬૫૦ કિલો હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૫૯૩.૨૫ કરોડના ડ્રગ્સ સાથે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી અને તેની પાસેથી જે માલ મળી આવ્યો છે તે તેની પાસે ક્યાંથી આવ્યો હતો અને કઈ દિશામાં આગળ મોકલવાનો હતો તે તમામ પ્રકારની માહિતીઓ મેળવવાની હોય હાલમાં તેને રિમાન્ડ ઉપર લેવામાં આવેલ છે અને આરોપીઓના રિમાન્ડ દરમ્યાન આ નેટવર્કનો પર્દાફાશ કરવામા એટીએસને મોટી સફળતા મળે તેવી શક્યતા છે

હાલમાં મોરબીની કોર્ટ દ્વારા આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે જેથી કરીને મોરબીથી એટીએસની ટીમ ત્રણેય આરોપીઓને લઈને અમદાવાદ જવા માટે રવાના થયેલ છે અને સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે પકડાયેલા ત્રણ આરોપી પૈકીના મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર અને ગુલામહુસેન ઉમર આ બંને ઈન્ટરનેશનલ ડ્રગ માફિયાઓ સાથે કોન્ટેકટમાં હોય તેવી પ્રાથમિક વિગતો સામે આવી છે જેથી કરીને તે બન્નેને સાથે રાખીને આ તપાસ આગળ વધારવામાં આવશે અને હજુ પણ કેટલાક આમાં મોટા માથાઓના નામ સામે આવે તેવી શક્યતાઓ દેખાઇ રહી છે જો કે, પોલીસ તપાસમાં શું વિગતો સામે આવશે તે તો સમય જ બાતવશે






Latest News