ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરમાંથી ટાટા ડીઈએફ કંપનીના ડુપ્લિકેટ ઓઇલના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ


SHARE







વાંકાનેરમાંથી ટાટા ડીઈએફ કંપનીના ડુપ્લિકેટ ઓઇલના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ
 
ગુજરાતમાં જુદી જુદી જગ્યા ઉપર ડુપ્લિકેટ ઓઇલનું વેચાણ થતું હોય છે તેવું અગાઉ સામે આવી ગયેલ છે તેવામાં વાંકાનેર સીટી નજીક આવેલ અલગ અલગ હોટલના કમ્પાઉન્ડમાંથી ટાટા ડીઈએફ (યુરિયા) કંપનીના ટ્રેડમાર્ક સ્ટીકરનો ઉપયોગ કરી ડુપ્લીકેટ ઓઇલનું વેચાણ થતું હતું જેથી કરીને કંપનીના કર્મચારી દ્વારા જુદી જુદી જગ્યા ઉપરથી ડુપ્લીકેટ ઓઇલની 14 ડોલ, 200 લિટર લુઝ ઓઇલ અને અન્ય મુદ્દામાલ મળીને 27 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દા માલ કબજે કરીને ત્રણ શખ્સોની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતિ મુજબ મૂળ મહારાષ્ટ્રના રહેવાસી પરશુરામ સુખદેવ કારંડે (49)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે દીપકકુમાર રામબહાદુર કશ્યપ (26) રહે. મુળ બીજલીપુર બલરામપુર યુપી હાલ રહે રાણેકપર ગામ બસ સ્ટેશનની બાજુમાં વાંકાનેર, ફુવારામ મુલારામ જાટ (21) રહે. પનાલી ધતરવાલો કી ઢાણી નિમ્બલકોટ આડેલ બાડમેર રાજસ્થાન હાલ રહે. રાણેકપર ગામના બસ સ્ટેશન પાસે ગોપાલ હોટલ વાંકાનેર અને રાજુભાઈ ભીમાભાઇ ઓળકિયા (27) રહે. સમઢીયાળા તાલુકો વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યું છે કે, આરોપીઓ ટાટા ડીઇએફ (યુરિયા) કંપનીના ટ્રેડમાર્ક સ્ટીકરનો ઉપયોગ કરી ડુપ્લિકેટ ઓઇલનું વેચાણ કરતા હતા ત્યારે દીપકકુમાર પાસેથી ડુપ્લીકેટ ઓઇલની 10 ડોલ, ફુવારામ પાસેથી ડુપ્લીકેટ ઓઇલની 4 ડોલ અને રાજુભાઈ પાસેથી પાઇપ નોઝલ તથા ડીઈએફ યુરિયાનો 200 લીટર જથ્થો આમ કુલ મળીને 27 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને કંપનીના કર્મચારીઓ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ત્રણ શખ્સોની સામે કોપીરાઇટ તથા ટ્રેડમાર્ક એક્ટની જુદીજુદી કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં મળતી માહિતી મુજબ આ કંપનીની ઓઇલનો ડોલ ઉપર એક સ્કેનર મૂકવામાં આવે છે તેના આધારે ઓઇલ અસલી છે કે નકલી તે નક્કી થાય છે અને હાલમાં જે ડુપ્લિકેટ ઓઇલનો જથ્થો તેમજ પેકિંગ કરેલ ડોલ કબ્જે કરવામાં આવી છે તેના આધારે કેટલા સમયથી આ ગોરખધંધા ચાલુ હતા અને કોણ કોણ તેમાં સંડોવાયેલ છે તેની આગળની તપસ વાંકાનેર તાલુકા પોલીસે હાથ ધરી છે.






Latest News