મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીની તિર્થક પેપરમિલના ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા તેમજ ડબલ રકમનો દંડ ફટકારતી કોર્ટ


SHARE







મોરબીની તિર્થક પેપરમિલના ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા તેમજ ડબલ રકમનો દંડ ફટકારતી કોર્ટ

મોરબીના તિર્થક પેપરમિલના રૂપિયા ત્રણ લાખના ચેક રિટર્ન કેસમાં મોરબીના મધુસુદન પેકેજીંગના ભાગીદારને એક વર્ષની સજા, ડબલ રકમનો દંડ અને ફરીયાદ તારીખથી ચુકવણી તારીખ સુધીના વાર્ષિક ૯ ટકા વ્યાજ સહીતની રકમ ચુકવવા કોર્ટે આદેશ કર્યો છે. 

આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો, મોરબી નજીકના ઉમા ટાઉનશીપમાં રહેતા સતીષભાઈ જીવરાજભાઈ ભોરણીયા પુઠાના બોક્ષ (પેકેજીંગ) બનાવવાનો ધંધો કરતા હોય જેથી તેઓએ તિર્થક પેપરમિલ પ્રા. લી. પાસેથી ઉધારે કુલ રૂા.૨૪,૮૩,૩૪૨ ના પેપર રોલ લીધેલ હોવાથી લેવાની બાકી નિકળતી રકમ પેટે રૂા.૩,૦૦,૦૦૦ નો સિંડીકેટ બેંક મોરબી બ્રાન્ચનો ચેક આપ્યો હતો અને ચેક આપતી વખતે વચન આપેલ કે, આપેલ ચેક મુજબના નાણાં મળી જશે, જેથી ફરીયાદીએ ચેક સ્વીકાર્યો હતો, જે ચેક ફરીયાદીએ તેના ખાતાવાળી બેન્કમાં જમાં કરતા તા.૨૭-૬-૧૯ ના રોજ વગર વસુલાતે ચેક રિટર્ન થયો હતો. જેથી ફરીયાદીએ તેઓના વકીલ મારફત નોટીસ આપેલ જે નોટીસ આરોપીને મળી હોવા છતાં આરોપીએ ચેકની રકમ ચુકવેલ નહી જેથી ફરીયાદીએ નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરી હતી જેથી કેસ કોર્ટમાં ચાલી જતા આરોપી કોર્ટમાં હાજર થયો હતો અને દસ્તાવેજી પુરાવાઓ તથા ફરીયાદીના વકીલની દલીલોને ધ્યાને લઈ અદાલતના ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ એ.એન.વોરાએ આરોપીને ડબલ રકમનો દંડ એટલે કે રૂા.૬,૦૦,૦૦૦ નો દંડ તેમજ ફરીયાદ વાળા ચેકની રકમ ફરીયાદ તારીખથી ચુકવણી તારીખ સુધીના વાર્ષીક ૯ ટકાના વ્યાજ સહીત એક વર્ષની સજા ફટકારી હતી અને દંડ ભરવામાં કસુર કરે તો આરોપીને વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી વતી યુવા ધારાશાસ્ત્રી પિયુષ એમ.કોરીંગા, વિવેક કે.વરસડા તથા મૌલીક ડી.ગોધાણી વકીલ તરીકે રોકાયેલ હતા.






Latest News