મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદમાં અકસ્માત થયેલ ગાડીમાંથી દારૂની બોટલો મળી: આરોપી ફરાર


SHARE







હળવદમાં અકસ્માત થયેલ ગાડીમાંથી દારૂની બોટલો મળી: આરોપી ફરાર

હળવદમાં રાણેકપર રોડે કાર ચાલકે અકસ્માત કર્યો હતો અને કાર છોડીને નાશી ગયો હતો જેથી કરીને પોલીસે તે કારને ચેક કરી હતી ત્યારે કારમાંથી દારૂની નાની ત્રણ બોટલ મળી આવી હતી જેથી પોલીસે 2,00,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદના રાણેકપર રોડ ઉપર પંચાસરી પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કાર નંબર જીજે 36 એએલ 0315 ના ચાલકે બેફામ રીતે કાર ચલાવી હતી અને ત્યાં ત્રણેક વ્યક્તિઓ સાથે તેણે માથાકૂટ પણ કરી હતી ત્યારબાદ આગળ જતા કારનો અકસ્માત થયો હતો અને કારચાલક પોતાની કાર રેઢિ મૂકીને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કારને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની નાની ત્રણ બોટલ મળી આવતા પોલીસે 300 ની કિંમતનો દારૂ અને 2,00,000 ની કિંમતની ગાડી આમ કુલ મળીને 2,00,300 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ ગાડી જયદીપ દિનેશભાઈ ડાભી રહે. મયુરનગર તાલુકો હળવદ વાળાની હોવાનું સામે આવતા તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બે બીયરના ટીન

મોરબીમાં ત્રાજપર પાસે આવેલી યોગીનગર વિસ્તારમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બીયરના બે ટી મળી આવ્યા હતા જેથી પોલીસે અઢીસો રૂપિયાની કિંમતનો બીયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી હુસેન ઈબ્રાહીમભાઇ આબડા (24) રહે. યોગીનગર ત્રાજપર ખારી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝનમાં ગુનો નોંધાયો છે






Latest News