મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના જુના નાગડાવાસ ગામે ઘાર્મિક ઉપાસનાની સાથોસાથ સામાજિક ચેતના પ્રસરાવતી શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાય


SHARE











મોરબીના જુના નાગડાવાસ ગામે ઘાર્મિક ઉપાસનાની સાથોસાથ સામાજિક ચેતના પ્રસરાવતી શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાય

મોરબીના જુના નાગડાવાસ ખાતે ઘાર્મિક ઉપાસનાની સાથોસાથ સામાજિક ચેતનાની પ્રસરાવતી શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાય હતી.

મોરબીના જુના નાગડાવાસ ગામમાં સ્વ.જયદીપ ઉગાભાઇ ચાવડાના સ્મરણાર્થે ચાવડા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં કથાનું રસપાન પ્રસિધ્ધ ભાગવત કથાકાર લાલજી મહારાજ કરાવી રહ્યાં છે.શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં ધાર્મિક ઉપાસનાની સાથોસાથ સામાજિક ચેતનાના કાર્યો પણ હાથ ધરવામાં આવેલ.ચાવડા પરિવાર દ્વારા આયોજિત આ સપ્તાહમાં વિવિધ સામાજીક ઉત્થાનના કાર્યો પણ હાથ ધરવામાં આવેલ છે.

જેમાં પર્યાવરણના રક્ષણ માટે શ્રી કૄષ્ણ ભગવાનના પ્રિય એવાં  કદમ્બનાં ૩૦૦ તથા અન્ય ૭૦૦ રોપા સાથે કુલ ૧૦૦૦ રોપાનું વિતરણ કરવામાં આવેલ.વ્યસનમુક્તિના પ્રચારાર્થે સંકલ્પ કેન્દ્ર રાખવામાં આવેલ જેમાં વિવિધ ૩૦ સંકલ્પો રાખવામાં આવેલ.કથાપાન કરવા આવતાં ભાવિક ભક્તો દ્વારા અનેક સંકલ્પો કરવામાં આવેલ અને લુપ્ત થતી ચકલીની પ્રજાતિના સંરક્ષણ માટે ચકલીના માળા 'પક્ષીઘર'નું પણ બધાંને અહિંથી વિતરણ કરવામાં આવેલ.લોકોના સ્વાસ્થ્યની જાળવણી માટે ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને જુના નાગડાવાસ આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા મેડીકલ ચેકઅપ કેમ્પનુ આયોજન કરવામાં આવેલ જેમાં વિવિધ રોગોનું નિદાન કરી વિનામૂલ્યે દવાનું વિતરણ કરવામાં આવેલ.

સ્વ.જયદીપ ચાવડા દ્વારા સ્થાપિત "બંસી યુવા ગ્રુપ નાગડાવાસ" દ્વારા "જયુ હાટ-માનવતાની દીવાલ" રચી માનવતાનુ શ્રેષ્ઠ કાર્ય હાથ ધરવામાં આવેલ.જેમાં જરુરિયાતમંદ લોકો માટે વસ્ત્રો એકત્રીત કરી તે વસ્ત્રોને જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. સપ્તાહના યજમાન ચાવડા પરીવાર દ્વારા જુના નાગડાવાસ તથા નવા નાગડાવાસની બાળાઓને સોનાના દાણાનું દાન કરવામાં આવ્યુ હતુ.આમ નાગડાવાસ ગામે ધાર્મિક ઉપાસનાની સાથેસાથે સામાજિક ચેતનાનું કેન્દ્ર બની ખરાં અર્થમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ યથાર્થ બની હતી.






Latest News