સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે કાર ચાલકે હડફેટે લેતા એક વર્ષની બાળકીનું મોત


SHARE











મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે કાર ચાલકે હડફેટે લેતા એક વર્ષની બાળકીનું મોત

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ફૂગ્ગ વેંચતા પરિવારની એક વર્ષની બાળકીને કાર ચાલકે હડફેટે લીધી હતી જેથી કરીને તેને ગંભીર ઇજા થયેલ હોવાથી તે બાળકીને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે બાળકીનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને કાર ચાલક પોતાની કાર લઈને નાશી ગયેલ હતો જેથી કરીને હાલમાં મૃતક બાળકીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતિ મુજબ મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે રહેતા અને ફુગ્ગા વેંચવાનું કામા કરતાં તેમજ મજૂરી કામ કરતા કાલુરામ સીતારામ બાવરીયા (35)એ કાર નંબર જીજે 36 એલ 8169 ના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મહારાણા પ્રતાપ સર્કલ પાસે કાર ચાલકે તેઓની એક વર્ષની દીકરી દિવ્યાને હડફેટ લીધી હતી જેથી તે બાળકીને શરીરે ઇજા થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને કાર ચાલક પોતાના હવાલા વાળી કાર લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે ભોગ બનેલ બાળકીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News