વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ખંભાળામાં પીઆઇ ઉપર હુમલો કરનારા વધુ ૧૨ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર


SHARE







વાંકાનેરમાં ખંભાળામાં પીઆઇ ઉપર હુમલો કરનારા વધુ ૧૨ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર

વાંકાનેરના ખંભાળા ગામે પીઆઇ ઉપર થોડા સમય પહેલા હુમલો કરવામાં આવ્યો હતો જેની પીઆઇએ મહિલાઓ સહિત ૩૩ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે રાયોટિંગ, ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને આ ગુનામાં છેલ્લે ૧૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી જેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરેલ છે

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની હદમાં આવતા ખંભાળા ગામે પવનચક્કી નાંખવાની હોય તે બાબતે અરજી આવી હતી અને ત્યાં પવનચક્કી નહીં નાંખવા બાબતે સામેના પક્ષ તરફેથી વિવાદ ચાલી રહ્યો હોય અરજીની તપાસમાં પીઆઇ બી.જી.સરવૈયા અને તેનો સ્ટાફ ગયો હતો ત્યારે સામેના પક્ષ દ્વારા ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. અને પીઆઇ સહિતનાને માર માર્યો હતો જે બનાવની વાંકાનેરના પીઆઇ બી.જી. સરવૈયાએ તા ૨૪/૧૦ ના રોજ પાંચેક અજાણી મહિલો સહિત કુલ મળીને ૩૩ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવી હતી આ ગુનામાં પોલીસે અગાઉ ૧૨ જેટલા આરોપીઓને સમયાંતરે પકડ્યા હતા અને છેલ્લે આ ગુનામાં વધુ ૧૨ આરોપીઓને પકડવામાં આવેલ છે જેમાં જગાભાઇ હમીરભાઇ ગમારા (ઉ.૪૫), કાનાભાઇ હમીરભાઇ ગમારા (ઉ.૨૫), સમા ઉર્ફે ઉકો તેજાભાઇ ગમારા (ઉ.૨૨), ગુણાભાઇ મોનાભાઇ ગમારા (ઉ.૨૪), ગુણાભાઇ મોમભાઇ ગમારા (ઉ. ૨૩), જીતાભાઇ મોમભાઇ ગમારા (ઉ.૧૮), ગોપાલભાઇ મોનાભાઇ ગમારા (ઉ.૩૫), તેજાભાઇ જીવણભાઇ ગમારા (ઉ.૫૫), રણછોડભાઇ મોનાભાઇ ગમારા (ઉ.૩૫), રમેશભાઇ મશરૂભાઇ ગમારા (ઉ. ૪૦), મોનાભાઇ જીવણભાઇ ગમારા (ઉ.૫૭) અને મોમભાઇ જીવણભાઇ ગમારા (ઉ.૫૦) રહે. બધા ખભાળા નેશ (લીંબાળા) વાળાનો સમાવેશ થાય છે અને આ આરોપીએને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરેલ છે




Latest News