મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં નેક્ષસ સીનેમાની કેન્ટીનમાં દેકારો કરતાં ચાર શખ્સોને રોકવા ગયેલા કર્મચારીને માર માર્યો


SHARE







મોરબીમાં નેક્ષસ સીનેમાની કેન્ટીનમાં દેકારો કરતાં ચાર શખ્સોને રોકવા ગયેલા કર્મચારીને માર માર્યો

મોરબીના બાયપાસ રોડ ઉપર અમરેલી ગામની સીમમાં આવેલ નેક્ષસ સીનેમાની કેન્ટીનમાં ચારેય શખ્સો મોટેથી દેકારો કરતાં હતા જેથી તેને દેકારો કરવાની સ્ટાફે ના પાડતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને તેને સિનેમાના સ્ટાફને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચારેય શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મુળ ઉતર પ્રદેશના પ્રતાપગઢ જીલ્લામાં આવેલા બહુચરા ગામના રહેવાસી અને હાલમાં અમરેલી ગામની સીમ મોરબી કંડલા બાયપાસ રોડ ઉપર નેક્ષસ સીનેમાના સ્ટાફ કવાર્ટરમાં રહેતા રાહુલસિંગ તેજપ્રકાસસિંગ ઠાકોર જાતે ક્ષત્રીય (ઉ.૩૧) એ હસમુખભાઇ ખીમજીભાઇ ચાવડા અને વિમલ હરજીભાઇ ભુવા રહેવાસી બંને હળવદ તથા અન્ય બે અજાણ્યા ઇસમો આમ કુલ મળીને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેઅમરેલી ગામની સીમમાં આવેલ નેક્ષસ સીનેમાની કેન્ટીનમાં ચારેય શખ્સો મોટેથી દેકારો કરતાં હતા જેથી તેને દેકારો કરવાની ના પાડતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને તેને જેમફાવે તેમ ગાળો આપી ફરિયાદી યુવાનને ઢીંકાપાટુનો માર માર્યો હતો અને તે બહાર નીકળશે ત્યારે જાનથી મારી નાખશે તેવી ધમકી આપેલ હતી જેથી કરીને યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી કલમ-૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે 






Latest News