મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે બાઇક સ્લીપ થતાં ધરમપુર ગામના યુવાનનું મોત


SHARE







મોરબીના રફાળેશ્વર પાસે બાઇક સ્લીપ થતાં ધરમપુર ગામના યુવાનનું મોત

મોરબી નજીકના ધરમપુર ગામે રહેતો યુવાન પોતાનું બાઇક લઇને મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસેથી પસાર થતો હતો ત્યારે તેણે પોતાના બાકના સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને તેમાં યુવાનોને ઇજાઓ થવાના કારણે તેનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં આ બનાવ અંગે તાલુકા પોલીસે ફરિયાદ લઈને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરે છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતા રાજેશભાઈ હરજીવનભાઈ સોલંકી પોતાનું મોટરસાયકલ નંબર જીજે ૩૬ એએ ૯૧૬૮ લઈને મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે દરિયાલાલ હોટલ નજીકથી પસાર થતા હતા ત્યારે તેણે પોતાના બાઈકના સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો જેથી કરીને તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને રાજેશભાઈ સોલંકીને શરીરે ઈજાઓ થઈ હતી જેથી કરીને તેનું મોત નિપજ્યું હતું.આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવ અંગે હાલમાં મૃતક યુવાનના ભાઈ નરેશભાઈ હરજીવનભાઈ સોલંકી રહે. નવા ધરમપુર વાળાની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News