મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા બહુજન સમાજ પાર્ટી દ્વારા અમિત શાહના વિરોધમાં કલેકટરને આવેદન


SHARE







મોરબી જિલ્લા બહુજન સમાજ પાર્ટી દ્વારા અમિત શાહના વિરોધમાં કલેકટરને આવેદન

ભારત સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા તા.17 ના રોજ ચાલુ શિયાળુ સત્ર દરમિયાન ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરને "આંબેડકર, આંબેડકર,આંબેડકર, આંબેડકર એક ફેશન બની ગઈ છે" જેવા અવમાનીત શબ્દોનો  પ્રયોગ કરવામા આવ્યો હતો. જેથી ભારત ભરમાં ડૉ. બાબા સાહેબના કરોડો અનુયાયીઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. જેના વિરોધમાં તા.24 ના રોજ  મોરબીના કલેકટરને મોરબી જિલ્લા બહુજન સમાજ પાર્ટી દ્વારા આવેદન પત્ર આપીને સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું  હતુ. ત્યારે બહુજન સમાજ પાર્ટીના હોદેદારો, બસપા સમર્થકો અને અનુસૂચિત જાતિ,અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગનાં લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.






Latest News