વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આયુષ હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટી યુરો સર્જરી વિભાગમાં આરોગ્ય ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ , એડવાન્સ લેપ્રોસ્કોપિક પદ્ધતિ દ્વારા પાયલોપ્લાસ્ટી નું સફળતા પૂર્વક ઓપરેશન કરાયું


SHARE











મોરબી જિલ્લામાં આયુષ હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટી યુરો સર્જરી વિભાગમાં આરોગ્ય ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ , એડવાન્સ લેપ્રોસ્કોપિક પદ્ધતિ દ્વારા પાયલોપ્લાસ્ટી નું સફળતા પૂર્વક ઓપરેશન કરાયું

મોરબી જિલ્લાના પીપળી ગામના ભૂમિબેન ઉમ્ર 17 વર્ષ ને પડખમાં દુખાવો થતો હતો તો વધુ સારવાર માટે તેઓ આયુષ હોસ્પિટલ ખાતે ડૉ. કેયૂર પટેલ સાહેબ યુરો સર્જનને બાતવા માટે આવેલ હતા જેમાં રેડિયોલોજિકલ રિપોર્ટ કરતાં જાણવા મળ્યું કે તેઓને કિડનીમાં સોજો આવી ગયેલ હતો. ત્યાર પછી DTPA સ્કૅન દ્વારા કનફોર્મ કરાયું કે તેમની જમણી કિડનીની નળીમાં બ્લોક છે જેને મેડિકલ ભાષામાં પેલ્વિ-યુરેટીક જંકસન ઓબસ્ટ્રકશન કહેવાય છે. દર્દીનું સફળતાપૂર્વક લેપ્રોસ્કોપિક ઓપરેશન કરાયું. દર્દીના સગાએ ડોક્ટર તથા તેમની ટીમનો આભાર માન્યો હતો.

આ ઓપરેશન 2 પ્રકાર થી થતાં હોય છે કાપો મૂકીને (ઓપન) અને  લેપ્રોસ્કોપિક ( દૂરબીન દ્વારા ) કાપો મૂકીને કરવાથી રૂજ આવતા સમય લાગે અને દુખાવો પણ વધારે થતો હોય છે.જેથી કામ પર લાગતા સમય લાગતો હોય છે. તેમજ લેપ્રોસ્કોપિકથી કાપો મૂકવો પડતો નથી અને દુખાવો પણ ઓછો થાય છે અને વહેલા કામ પર લાગી શકાય છે.

આ પ્રકારના ઓપરેશન મોરબી જિલ્લા તેમજ નાના શહેરો થતાં નથી. મોરબી જિલ્લામાં આયુષ હોસ્પિટલ ખાતે આરોગ્ય ક્ષેત્રમાં આ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ ગણી શકાય.






Latest News