મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરે એસિડ પી ગયેલ સગીરને રાજકોટ સારવારમાં ખસેડાયો


SHARE







મોરબીમાં ઘરે એસિડ પી ગયેલ સગીરને રાજકોટ સારવારમાં ખસેડાયો

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા સગીરે કોઈ કારણોસર પોતાની ઘરે એસીડ પી લીધું હતું જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ જવામાં આવેલ છે. આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કાલિકા પ્લોટ મેન રોડ ઉપર રહેતા ઈબ્રાહીમભાઇ કોટાણી ના 17 વર્ષના દીકરા ઝાકીરે કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરે ગઈકાલે રાત્રે 10:00 વાગ્યા અરસામાં એસિડ પી લીધું હતું જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી વધુ તપાસ એમ.એચ. વાસાણી ચલાવી રહ્યા છે

યુવાન સારવારમાં

રાજસ્થાનના પ્રતાપગઢ ગામના રહેવાસી રાયસિંગ (42) નામના યુવાનને રોડ ક્રોસ કરતો હતો દરમિયાન બાઈક ચાલકે તેને હડફેટે લેતા તે યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરી છે.






Latest News