સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના બંગાવડી નજીક પાણી પુરવઠા બોર્ડના પડતર ક્વાર્ટરમાંથી  465 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ


SHARE





ટંકારાના બંગાવડી નજીક પાણી પુરવઠા બોર્ડના પડતર ક્વાર્ટરમાંથી  465 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ

ટંકારાના બંગાવડી ડેમની બાજુમાં આવેલ પાણી પુરવઠાના જુના પડતર ક્વાર્ટર આવેલ છે તેમાં દારૂનો જથ્થો હોવા અંગેની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પાણી પુરવઠાના જુના પડતર ક્વાર્ટરમાંથી 465 દારૂની બોટલો મળી આવી હતી જેથી પોલીસે 2,60,865 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને બંગાવડીના જ રહેવાસી એક શખ્સનો આ દારૂનો જથ્થો હોવાની હકીકત સામે આવતા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

સામાન્ય રીતે થર્ટી ફર્સ્ટ નજીક આવતાની સાથે જ દારૂની હેરાફેરીનું પ્રમાણ વધી જતું હોય છે અને પ્યાસીઓને દારૂ પહોંચાડવા માટે યેનકેન પ્રકારે દારૂનો જથ્થો લઈ આવવામાં આવતો હોય છે તેવામાં ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ટંકારા તાલુકાના બંગાવડી ગામે આવેલ ડેમની બાજુમાં પાણી પુરવઠા બોર્ડના પડતર કવાર્ટરમાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેથી કરીને સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 465 બોટલો મળી આવતા પોલીસે 2,60,865 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે દારૂની રેડ કરવામાં આવી ત્યારે આરોપી સ્થળ ઉપર હાજર ન હતો પરંતુ આ દારૂનો જથ્થો બંગાવડી ગામે રહેતા રાજેન્દ્રસિંહ મયુરધ્વજસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ જાડેજાનો હોવાનો સામે આવ્યુ હોવાથી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આ અંગેની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.જે. ધાધ ચલાવી રહ્યા છે




Latest News