મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામે કપાસ-ડુંગળીના ઊભા પાકમાં ભેંસો ચરાવવા મૂકીને માલધારીએ ખેડૂતને કર્યું નુકશાન


SHARE







મોરબીના પાનેલી ગામે કપાસ-ડુંગળીના ઊભા પાકમાં ભેંસો ચરાવવા મૂકીને માલધારીએ ખેડૂતને કર્યું નુકશાન

મોરબીના પાનેલી ગામે ફાટસર પાટી તરીકે ઓળખાતી સીમમાં યુવાનના પિતાની માલિકીની ખેતીની જમીન આવેલ છે જેમાં કપાસ તેમજ ડુંગળીના પાકનું વાવેતર કર્યું છે જે ખેતરમાં ભેંસો સહિતના ઢોરને ચરાવવા મૂકી દીધી હતી જેથી ખેતરમાં ઉભા પાકના છોડને તથા પાકને નુકસાન થયું છે અને ખેતરમાં ભેલાણ કર્યું છે જેથી ભોગ બનેલા ખેડૂત દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે માલધારીની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા અને ખેતીનું કામ કરતા મહાદેવભાઇ ડાયાભાઈ ડાભી (36) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુન્નાભાઈ રાણાભાઇ ભરવાડ રહે. પાનેલી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે પાનેલી ગામની ફાટસર પાટી તરીકે ઓળખાતી સીમમાં તેઓના પિતા ડાયાભાઈ રવજીભાઈ ડાભીના નામની માલિકીની ખેતીની ચાર વીઘા જમીન આવેલ છે જેમાં તેઓએ ચાલુ વર્ષે કપાસ અને ડુંગળીના પાકનું વાવેતર કર્યું છે અને તેમાં હજુ સુધી વીણ કર્યા વગરનો પાક ઉભો હતો દરમિયાન આરોપીએ તેના નાના મોટા 15 જેટલા ભેંસ સહિતના માલઢોરને ચડવા માટે મૂકી દીધા હતા જેથી કરીને ખેતીના પાકને નુકશાન થયું છે અને ખેતરમાં ભેલાણ કર્યું છે જેથી કરીને ભોગ બનેલા ખેડૂત દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News