મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા કારખાનેદારને પ્લાસ્ટિક દાણાનો કોન્ટ્રાક્ટ આપવાનું કહીને 1.08 કરોડની છેતરપિંડી


SHARE











વર્તમાન સમયમાં ભેજાબાજ શખ્સો દ્વારા યોનકેન પ્રકારે છેતરપિંડી કરવામાં આવતી હોય છે જેમાં ખાસ કરીને શેરબજારમાં વધુ નફો કમાવી દેવાની લાલચ આપીને તથા જુદી જુદી કંપનીઓની ડીસ્ટ્રિબ્યુશન શિફ્ટ આપવાની લોભામણી વાતો કરીને લોકોને સીસામાં ઉતારવામાં આવતા હોય છે આવી જ રીતે મોરબીમાં રહેતા કારખાનેદારને પ્લાસ્ટિક દાણાનો કોન્ટ્રાક્ટ આપવાનું કહીને વિશ્વાસમાં લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની પાસેથી જુદી જુદી બેંકના એકાઉન્ટની અંદર રૂપિયા મંગાવવામાં આવ્યા હતા અને 1.08 કરોડ રૂપિયા મેળવી લીધા બાદ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો નથી અને રૂપિયા પરત આપવામાં આવતા નથી જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત, છેતરપિંડીની 3 મોબાઇલ નંબકના અને 16 બેન્ક એકાઉન્ટ ધારકોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં આવેલ અવની ચોકડી પાસે જય અંબેનગર સોસાયટી મારુતિ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 401 માં રહેતા દિવ્યેશભાઈ ભરતભાઈ સવસાણી (25)એ હાલમાં ત્રણ મોબાઈલ નંબર તથા 17 બેન્ક એકાઉન્ટ નંબરના ધારકોની સામે મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસઘાત, છેતરપિંડીની તથા આઈટીઆઈની કલમ હેઠળ ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ લજાઈ ગામની સીમમાં તેનું સ્પાર્કલ પોલીમર્સ નામનું કારખાનું આવેલ છે અને તેને પ્લાસ્ટિકના દાણાનો કોન્ટ્રાક્ટ આપવાનું કહીને લોભામણી વાતો કરીને વિશ્વાસ કેળવી ભરોસો કેળવ્યો હતો અને ત્યારબાદ ઈમેલ મારફતે જુદા જુદા ફોર્મ મોકલવામાં આવ્યા હતા અને તેની અવેજમાં તેને રૂપિયા ભરવા માટે થઈને જણાવવામાં આવ્યું હતું માટે તે યુવાને જુદી જુદી બેંકના એકાઉન્ટ નંબરની અંદર કુલ મળીને 1,08,78,458 રૂપિયા જમા કરાવ્યા હતા જોકે તા. 3/3/2022 થી 24/11/2022 દરમિયાન આ રકમ આપવામાં આવી હોવા છતાં આજ દિવસ સુધી આ યુવાનને પ્લાસ્ટિક દાણાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો નથી અને તેણે જમા કરાવેલા રૂપિયા પણ પરત આપવામાં આવ્યા નથી જેથી કરીને તેની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી થઈ હોવાથી ભોગ બનેલા યુવાને મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસીની કલમ 406, 420, 120 (બી) તથા આઈટી એક્ટની કલમ 66 (ડી) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News