સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં સ્ત્રી સમજીને સેક્સ કરવા લઈ ગયેલ તે પુરૂષ નીકળતા રૂપિયા બાબતે થયો ડખ્ખો અને કરી યુવાનની હત્યા: બે ની ધરપકડ


SHARE











મોરબીમાં સ્ત્રી સમજીને સેક્સ કરવા લઈ ગયેલ તે વ્યક્તિ પુરૂષ નીકળતા રૂપિયા બાબતે થયો ડખ્ખો અને કરી યુવાનની હત્યા: બે ની ધરપકડ


મોરબી તાલુકાનાં અણીયારી ગામની સીમમાં યુવાનને અજાણ્યા શખ્સ દ્વારા તિક્ષણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી જેની ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે આરોપીની ધરપકડ કરી છે અને આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં એવી ચોંકાવનારી માહિતી સામે આવેલ છે કે “મૃતકા યુવાન સ્ત્રીના વસ્ત્રો પહેરીને ઊભો હતો જેથી તેને સ્ત્રી સમજીને સેક્સ કરવા માટે બંને આરોપીઓ લઈ ગયા હતા જો કે, મૃતક પુરુષ હોવાની સામે આવતા રૂપિયા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારે યુવાનને છરીના ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી હાલમાં પકડાયલા બંને આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

મૂળ રાજસ્થાનના બાસવાડા જિલ્લાના ગળી તાલુકાના દદુકા ગામના રહેવાસી પુરીબેન સંજયભાઈ મહવઇ (35) નામના મહિલાએ અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યૂ હતું કે માળિયા અમદાવાદ હાઈવે રોડ ઉપર અણીયારી ગામની સીમમાં આવેલ ગોવિંદભાઈ દેસાઈના ખેતરના સેઢા પાસે તેઓના પતિ સંજયભાઈ મોહનભાઈ મહવઇ (35) ને કોઈ અજાણ્ય શખ્સ દ્વારા કોઈ પણ કારણોસર તિક્ષ્ણ હથિયારના ઘા તા 25/8/24 ના રોજ બપોરે ત્રણેક વાગ્યના અરસામાં મરવામાં આવ્યા હતા જેથી તેનું મોત નીપજ્યું હતું અને  બનાવ સંદર્ભે મૃતક યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે

વધુમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર.મકવાણા સાથે વાતા કરતાં તેમણે જણાવ્યુ હતું કે, હત્યાના આ બનાવમાં બે આરોપીઓને પકડવામાં આવેલ છે જેમાં આરોપી રવિ દેવજીભાઈ ગાબુ જાતે કોળી (25) રહે. ઓળક તાલુકો લખતર અને સુરેશ ઉર્ફે હનો બબાભાઈ ગોરૈયા જાતે કોળી (32) રહે. ઢાંકી તાલુકો લખતર વાળાનો  સમાવેશ થાય છે અને આ બંને આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના આગામી તા. 18/12 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે યુવાનની હત્યા માટે વપરાયેલ હથિયાર છરી તથા હત્યા કરનાર આરોપીના કપડા પોલીસ દ્વારા કબજે લેવામાં આવેલ છે અને હત્યાના આ બનાવમાં અન્ય કોઈ સંડોવાય છે કે કેમ તે સહિતની બાબતોની રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે

મોરબી તાલુકામાં અગાઉ મોબાઈલ કે રોકડ લૂટવા માટે યુવાન ઉપર જીવલેણ હુમલો કે પછી હત્યા કરવામાં આવી હોય તેવી ઘટનાઓ બની છે ત્યારે આ હત્યા શા માટે કરવામાં આવી છે તેની માહિતી માટે પોલીસે તપાસ કરી હતી તેમાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી જે અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે દિવસે યુવાનની હત્યા કરવામાં આવી હતી ત્યારે મૃતકા યુવાન સ્ત્રીના વસ્ત્રો પહેરીને ત્યાં રોડ ઉપર ઊભો હતો જેથી આરોપીઓ તેને સ્ત્રી સમજીને સેક્સ કરવા માટે લઈ ગયા હતા જો કે, મૃતક પુરુષ હોવાની વાત સામે આવતા રૂપિયા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારે યુવાનને છરીના ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી જેથી હાલમાં પકડાયલા બંને આરોપીના રિમાન્ડ મેળવીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News