ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

વાકાનેર સીટી પોલીસ દ્રારા અજાણ્યા પુરૂષની ઓળખ મેળવવા તજવીજ શરૂ


SHARE







વાકાનેર સીટી પોલીસ દ્રારા અજાણ્યા પુરૂષની ઓળખ મેળવવા તજવીજ શરૂ

મોરબી જિલ્લાના વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં રાણેકપર ફાટક પાસે ચાલુ ટ્રેનમાંથી કોઈ યુવાને પડતું મૂક્યું હોવાથી કે કોઈ રીતે તે અકસ્માતે ચાલુ ટ્રેનમાંથી પડી ગયેલ હોવાથી તેનું મોત નિપજેલ હોય તેમજ આ મૃતક યુવાનની ઓળખ થઈ શકી ન હોય તેના વાલીવારસને શોધવા માટે હવે વાંકાનેર સિટી પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

વધુમાં વાંકાનેર પોલીસના જણાવ્યા પ્રમાણે આ મરણજનાર અજાણ્યો પુરૂષ ઉંમર આશરે ૨૫ થી ૩૦ વર્ષનો હતો.વાંકાનેરના રાણેકપર ફાટકથી ઢુવા તરફ રેલ્વે લાઇનમાં મોરબીથી વાંકાનેર તરફ જતી ડેમુ ટ્રેનમાં ચાલુ ટ્રેનમા પોતાની જાતને પડતુ મુકી ટ્રેનમાં આવી જતા ગંભીર ઇજા થતા મરણ ગયેલ હોય આ મરણજનાર અજાણ્યો યુવાન શરીરે પાતળા બાંધાનો વાને શ્યામ વર્ણો, ઉચાઇ આશરે સાડા પાચેક ફુટ તથા શરીરે દુધીયા કલરનો લાલ સફેદ પટ્ટા વાળો શર્ટ અને નીચે પીળા કલરનું ટી-શર્ટ પેહરેલ તથા મહેદી કલરનું પેન્ટ પેહરેલ છે.તેમજ મરણજનારના જમણા હાથમા કાળા કલરની રીબીન પહેરેલ છે.તેમજ જમણા હાથના બાવળા પર અંગ્રેજીમા કેપીટલમા "RAS" વાંચી શકાય તેમ જોવામા આવેલ હોય તેમજ અન્ય શબ્દો વંચાયેલ ન હોય તેમજ મરણ જનારના નામ ઠામ તથા તેના વાલી વારસ મળી આવેલ ન હોય આ અજાણ્યા પુવાનની લાશ હાલ વાંકાનેર સરકારી દવાખાને કોલ્ડસ્ટોરેઝમાં રાખવામાં આવેલ છે અજાણ્યા યુવાન કે તેના વાલી વારસ અંગે કોઇને કોઇ જાણકારી હોય તો વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના નંબર ૬૩૫૯૬ ૨૬૦૭૧ અથવા તપાસ અધીકારી વનરાજસિંહ ઝાલા (મો.૯૦૯૯૦ ૦૦૬૫૭) વ સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ રાણેકપર ફાટક પાસેથી ટ્રેન પસાર થઈ હતી ત્યારે તે ટ્રેનની આડે પડીને કોઈ અજાણ્યા આસરે ૨૫ થી ૩૦ વર્ષના યુવાને આપઘાત કર્યો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ તેને મૃતદેહને પીએમ માટે લઈ ગયા હતા અને આ બનાવની વાંકાનેરના રેલવે સ્ટેશન માસ્ટર દીપકભાઈ ઓમપ્રકાશભાઈ દ્વારા વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા ગણેશભાઈ રણછોડભાઈ રાયકા નામના ૨૩ વર્ષના યુવાનને રફાળેશ્વર ગામ પાસે આવેલ બાપાસીતારામ મંદિર પાસે બાઈક સાથે બાઈક અથડાવાના અકસ્માત બનાવમાં ઇજાઓ થવાથી ખાનગી હોસ્પિટલએ સારવાર માટે ખસેડાયો હતો.જે અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહાંગરા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે અકસ્માતનો બીજો બનાવ મોરબીના રાજપર-ખાનપર રોડ ઉપર બન્યો હતો ત્યાં પણ સામસામે બે બાઇક અથડાતા સર્જાયેલ અકસ્માત બનાવમાં વિકાસ દીનાનાથ શર્મા (ઉંમર ૪૦) હાલ રહે.રાજપર વાળાને ઇજાઓ થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને બનાવને પગલે તાલુકા પોલીસ મથકના ફિરોઝભાઈ સુમરા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે






Latest News