મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રિકોણબાગમાં બનાવેલ પાર્કિંગમાંથી બે બાઈકની ચોરી


SHARE







મોરબીમાં ત્રિકોણબાગમાં બનાવેલ પાર્કિંગમાંથી બે બાઈકની ચોરી

મોરબીના પરબજાર પાસે આવેલ એસબીઆઇ બેન્ક સામેના ભાગમાં ત્રિકોણબાગની અંદર પાર્કિંગ બનાવવામાં આવ્યું છે તે પાર્કિંગમાંથી અવારનવાર વાહનોની ચોરી થતી હોય છે તેવી જ રીતે તાજેતરમાં બે બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા બંને યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના વાઘપર પીલુડી ગામે રહેતા ઘનશ્યામભાઈ ભાણજીભાઈ સંઘાણી (44) નામના યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીમાં એસબીઆઇ બેન્કની સામેના ભાગમાં આવેલ ત્રિકોણબાગના પાર્કિંગમાં તેને પોતાનું બાઈક નંબર જીજે 3 ડીએચ 4367 કરીને મૂક્યું હતું જે 15,000 ની કિંમતના બાઈકની ચોરી કરવામાં આવેલ છે આવી જ રીતે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ઢીલાની વાડીમાં રહેતા મકનભાઈ નાનજીભાઈ હડીયલ (38)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ આપેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ત્રિકોણબાગના પાર્કિંગમાં તેને પોતાનું બાઈક નંબર જીજે 3 બીએલ 5487 પાસ કરીને મૂક્યું હતું જે 10,000 રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરેલ છે જેથી વાહન ચોરીના બે ગુના નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News