મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના સિંધાવદર ગામે રિસામણે બેઠેલ પરિણીતાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત


SHARE







વાંકાનેરના સિંધાવદર ગામે રિસામણે બેઠેલ પરિણીતાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે પરિણીતાએ પોતાના ઘરની અંદર જ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવી હતી અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું જેથી કરીને આપઘાતના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે રહેતા મનિષાબેન સુરેશભાઈ ડાભી (૧૮) એ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મનિષાબેનનો લગ્નગાળો ચાર મહિનાનો છે અને સાસુ સસરાથી અલગ રહે છે અને કોઈ સંતાન નથી અને પોલીસ પાસેથી વધુ એવું પણ જાણવા મળ્યું છે કે પરિણીતાના લગ્ન પછી થોડા સમયમાંથી રિસામણે હોય પોતાના ઘરે જ ઝેરી દવા પી આપઘાત કરે છે અને આગળની તપાસ ચાલી રહી છે






Latest News