ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ઉધારમાં માલ આપીને આર્થિક ભીંસમાં આવેલ વેપારી યુવાને પાડોશીના ઘરમાં કરી 9.10 લાખના દાગીનાની ચોરી !


SHARE







મોરબીમાં ઉધારમાં માલ આપીને આર્થિક ભીંસમાં આવેલ વેપારી યુવાને પાડોશીના ઘરમાં કરી 9.10 લાખના દાગીનાની ચોરી ! 

મોરબીના સનાળા રોડ પર આવેલ ભક્તિનગર સર્કલ પાસે રાજેશ પાર્કમાં જીવન જ્યોત હાઇટ્સના ફ્લેટમાં ચોરી કરવામાં આવી હતી અને ઘરમાંથી અજાણ્ય શખ્સ દ્વારા 9.10 લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરવામાં આવેલ હતી જેથી કરીને ભોગ બનેલા વૃધ્ધ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી અને તાળું તોડવાને બદલે ખોલીને ચોરી કરવામાં આવી હતી જેથી જાણ ભેદુ હોવાની શક્યતા આધારે તપાસ શરૂ કરી હતી અને હાલમાં ચોરીના આ ગુનામાં વૃદ્ધના પાડોશમાં રહેતા વેપારી યુવાનની ધરપકડ કરેલ છે અને ઉધારમાં માલ આપીને આર્થિક ભીંસમાં આવી જવાના લીધે આ શખ્સે ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

મોરબીના સનાળા રોડ  ઉપર આવેલ ભક્તિનગર સર્કલ પાસે રાજેશ પાર્ક જીવન જ્યોત હાઈટ્સ બ્લોક નંબર 502 માં રહેતા લક્ષ્મણભાઈ દેવકણભાઈ વડસોલા (65) એ મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે,  ગત તારીખ 20/11 ના રોજ સવારના 9:30 થી બપોરના 2:00 વાગ્યા સુધી તેમનું ઘર બંધ હતું દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેઓના ફ્લેટના દરવાજાનો લોક ખોલીને ફ્લેટની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સેટીમાં રાખેલા સોનાના દાગીના જેમાં સોનાના બલોયા એક જોડી આઠ તોલા, પેન્ડલ બુટ્ટી માળાનો એક સેટ સવા ચાર તોલા તથા એક તોલા વજનનો સોનાનો ચેન આમ કુલ મળીને 9,10,000 ની કિંમતનો સોના દાગીનાની કરવામાં આવેલ હતી. જેથી ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી.

આ ગુનાની તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.વી. પાતાળિયા અને કિશોરભાઇ મિયાત્રા સહિતની ટિમ તપાસ કરી રહી છે અને હાલમાં આરોપી મિલન લાલજીભાઇ ફેફર (29) રહે. ભક્તિનગર સર્કલ પાસે રાજેશ પાર્ક જીવન જ્યોત હાઈટ્સ વાળાની ધરપકડ કરેલ છે. વધુમાં મળી રહેલ માહિતી મુજબ આરોપી ફરિયાદીની પાડોશમાં રહે છે અને ફરિયાદી અવાર નવાર બહાર જાય ત્યારે તેમના ઘરની ચાવી આરોપીના ઘરે રાખતા હતા જેથી તેની પાસે ઘરની ડુપ્લિકેટ ચાવી હતી અને જે દિવસે ઘટના બની હતી ત્યારે ફરિયાદી આરોપીના ઘરે ચાવી આપેલ ન હતી જો કે, તેને પોતાની પાસે રાખેલ ડુપ્લિકેટ ચાવીથી ઘરનો દરવાજો ખોલીને ચોરીની ઘટનાને અંજામ આપેલ હતો. વધુમાં પોલીસ પાસેથી મળી રહેલ માહિતી મુજબ આરોપીને પ્લાઇવુડનો ધંધો છે અને ઉધરમાં માલ આપવાના લીધે છેલ્લા ઘણા સમયથી તે આર્થિક ભીંસમાં આવી ગયો હતો અને તેને પોતાના જ ઘરની બાજુમાં રહેતા વૃદ્ધના ઘરમાથી 9.10 લાખની કિંમતના દાગીનાની ચોરી કરવામાં આવેલ છે.






Latest News