મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

ડુંગરીના વેપારમાં નુકશાન જતાં ગોંડલના વેપારીને રૂપિયા ન ચૂકવવા મોરબીના સોખડા પાસે કર્યું લૂંટનું તરકટ !


SHARE







ડુંગરીના વેપારમાં નુકશાન જતાં ગોંડલના વેપારીને રૂપિયા ન ચૂકવવા મોરબીના સોખડા પાસે કર્યું લૂંટનું તરકટ !

મોરબીના સોખડા ગામના પાટિયા પાસે આવેલ પિતૃકૃપા હોટલ નજીક બોલેરો કારને તેની જ કારમાં બાંધીને અજાણ્યા બે શખ્સોએ શરીરે નાનીમોટી ઈજાઓ કરીને રોકડા રૂપિયા ૬.૧૫  લાખની લૂંટ ચલાવી હોવાની જાહેરાત કરી હતી જેની તપાસમાં ફરિયાદી જ આરોપી બની ગયેલ છે અને ગોંડલના વેપારી પાસેથી લીધેલ ડુંગરીના રૂપિયા ન દેવા પડે તે માટે લૂંટનું તરકટ કર્યું હોવાનું કાબુલાત લૂંટની જાહેરાત કરનારા શખ્સે કરી છે જેથી પોલીસે તેની સામે પોલીસને ગુમરાહ કરવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધવા માટેની કાર્યવાહી કરેલ છે

મોરબી કચ્છ હાઈવે ઉપર આવેલ સોખડા ગામના પાટિયા પાસે પિતૃકૃપા હોટલ નજીક પાર્ક કરેલ બોલેરો કારની અંદર સૂતેલા કારચાલકને બાંધીને મોઢા પર ડૂચો મારીને બે અજાણ્યા શખ્સો દ્વારા ૬.૧૫ લાખની લૂંટ ચલાવવામાં આવેલ છે તે જાહેરાત કરવામાં આવી હતી અને પોલીસે હોટલ ખાતે પહોંચીને સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને લૂંટ ચલાવી નાસી છૂટેલા બે શખ્સોને પકડવા માટે તપાસ શરૂ કરી હતી જો કે, પડધરી ગામે રહેતા જેસંગભાઈ લાધાભાઇ સોલંકી દ્વારા જે રીતે લૂંટની ઘટના અંગેની પોલીસને માહિતી આપવામાં આવી હતી તેના લીધે તે પહેલાથી જ શંકાના દાયરામાં હતો

આ શખ્સે પોલીસને કહ્યું હતું કે, પોતાની બોલેરો ગાડી લઈને ભુજથી ગોંડલ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેને ઊંઘ આવતી હોવાના કારણે તેઓએ સોખડા ગામના પાટિયા પાસે પિતૃકૃપા હોટલના પાર્કિંગમાં પોતાની બોલેરો ગાડી ઊભી રાખી હતી અને ત્યાં પોતે ગાડીની અંદર સુતા હતા ત્યારે અજાણ્યા બે શખ્સોએ ત્યાં આવ્યા હતા અને તેના હાથ બાંધી દીધા અને ત્યારબાદ મોઢા પર ડૂચો મારીને તેની પાસેથી રોકડા રૂપિયા ૬.૧૫ લાખની લૂંટ ચલાવે છે જો કે, પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતાં તેને લૂંટનું નાટક કર્યું હોવાની કબૂલાત આપી હોવાનું પોલીસ પાસેથી જાણવા મળેલ છે

મોરબી તાલુકાનાં પીઆઇ એમ.આર. ગોઢાણીયા સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, જેસંગભાઈ સોલંકી ભુજથી આવ્યા ત્યારથી જ લૂંટની ઘટનાનો પ્લાન કરેલ હતો અને તેના ભત્રીજા તેમજ મિત્રને બાઇક ઉપર સાથે લઈને આવ્યા હતા અને હોટલના પાર્કિંગમાં વાહન ઊભું રાખીને ગોંડલના વેપારી તેમજ પોલીસને ગુમરાહ કરવા માટે લૂંટનું નાટક કરવામાં આવ્યું હતું હાલમાં અધિકારી પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ ગોંડલના ડુંગળીના વેપારીને જેસંગભાઈને ૬.૭૫ લાખ રૂપિયા આપવાના હતા અને તેની મુદત હતી જો કે, ડુંગળીના ભાવ ઘટી જવાથી તેને વેપારમાં નુકશાની ગયેલ હોવાથી તેને બિલના રૂપિયા ચૂકવવા ન પડે તે માટે આ લૂંટનું નાટક કર્યું હતું હાલમાં પોલીસે પોલીસને ગુમરાહ કરવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધવા માટેની તજવીજ હાથ ધરી છે






Latest News