સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ ગામે ઘર પાસે પાર્ક કરેલ રિક્ષાની ચોરી


SHARE





ટંકારાના લજાઈ ગામે ઘર પાસે પાર્ક કરેલ રિક્ષાની ચોરી

ટંકારા તાલુકાના લજાઈ ગામે જાપા વાળી શેરીમાં રહેતા યુવાને પોતાના ઘર નજીક રિક્ષાને પાર્ક કરીને મૂકી હતી જે રીક્ષાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી દોઢ લાખ રૂપિયાની કિંમતના વાહનની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના લજાઈ ગામે જાપા વાળી શેરીમાં રહેતા અજરૂદ્દીનભાઈ વલીભાઈ હેરંજા (32)ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓએ પોતાના ઘર પાસે તેની રિક્ષા નંબર જીજે 36 યુ 8976 પાર્ક કરીને મૂકી હતી જે રીક્ષાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી 1,50,000 ની કિંમતની રીક્ષાની ચોરી થઈ હોવાની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવીશરૂ કરી છે.

ગુનો નોંધાયો

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે કોશિયાની વાડી નામની સીમમાં પર પરપ્રાંતિય મજૂરોને કામે રાખવામાં આવ્યા હતા અને તે અંગેની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી તેમજ આઇડી પ્રૂફ લેવામાં આવ્યા ન હતા જેથી હાલમાં ગનીભાઈ સાજીભાઈ બાદિ (67) રહે. અરણીટીંબા તાલુકો વાંકાનેર વાળા સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News