ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

વાંકાનેરના કેરાળા નજીક ભેંસ સાથે ડબલ સવારી બાઇક અથડાતાં વૃદ્ધનું મોત, એક સારવારમાં


SHARE











વાંકાનેરના કેરાળા નજીક ભેંસ સાથે ડબલ સવારી બાઇક અથડાતાં વૃદ્ધનું મોત, એક સારવારમાં

વાંકાનેર ચોટીલા નેશનલ હાઈવે રોડ ઉપર કેરાળા ગામના બોર્ડ પાસે આવેલ હોટલ સામેથી ડબલ સવારી બાઇક રોડ ઉપરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તેઓના બાઈક આડે ભેંસ ઉતરતા બાઇક ચાલકે બાઈકને બ્રેક કરતાની સાથે જ બાઇક ભેંસ સાથે અથડાયું હતું જે અકસ્માતના બનાવમાં બાઇકમાં પાછળના ભાગે બેઠેલા યુવાનને શરીરે ઇજાઓ થઈ હતી જ્યારે બાઈક ચલાવી રહેલા વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી માટે તેને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જે બનાવમાં ઇજા પામેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ યુપીના રહેવાસી અને હાલમાં વાંકાનેરમાં આરાધના ગેસ્ટ હાઉસ ચંદ્રપુર ખાતે રહેતા કમલકાંતભાઈ દુર્ગાપ્રસાદભાઈ ચૌધરી (29)મૃતક પુનાભાઈ મંગાભાઈ વોરા (68) રહે. રાતીદેવડી તાલુકો વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેર ચોટીલા નેશનલ હાઈવે રોડ ઉપર કેરાળા ગામના બોર્ડ પાસે આવેલ દ્વારકાધીશ હોટલ સામેથી તે મૃતક પૂનાભાઈના બાઈક નંબર જીજે 3 સીએ 0580 માં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા દરમિયાન તેઓના બાઈકની આડે ભેંસ ઉતરતા પુનાભાઈએ બાઇકને કંટ્રોલ કરવા માટે બ્રેક કરી હતી દરમિયાન બાઇકના સ્ટેરિંગનો કાબુ ગુમાવી દેતા બાઈક ભેંસ સાથે અથડાતા અકસ્માત થયો હતો. જે બનાવમાં ફરિયાદી યુવાનને શરીરે સામાન્ય ઇજાઓ થઈ હતી જોકે બાઈક ચલાવી રહેલા પુનાભાઈ વોરાને માથા અને શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવમાં ઈજા પામેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસ આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News