હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો
Breaking news
Morbi Today

હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં


SHARE











હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં

હળવદના ટીકર રણમાં અગરિયાઓ મિઠાનો પાક લેવા માટનું કામ શરૂ કરી રહ્યા છે ત્યારે રણમાં જુદા જુદા વિસ્તારોમાં અગરીયાઓએ કુવા ગાળવાનું કામ કરી રહ્યા છે તેવા સમયે ટીકર રણમાં કુવો ગાળતા હતા ત્યારે ગેસ ગળતરની ઘટના બની હતી જેમા એક અગરીયાનુ મોત નીપજ્યું છે. જ્યારે બે અગરીયાઓને અસર થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે.

હળવદ તાલુકાના ટિકર પાસે રણમાં અગરિયા પરિવારો મીઠાની સિઝન લેવા માટે કામ કરી રહ્યા છે ત્યારે કૂવો ગાળતા સમયે દુર્ઘટના થઇ હતી. જેમાં ગેસ ગળતર થતા ટીનાભાઈ અમરશીભાઈ રાણેવાડિયા (30) રહે. સુંદરગઢ વાળાનું મોત થયેલ છે. તો સાગર અમરશીભાઈ રાણેવાડિયા (25) અને ભરતભાઈ ચતુરભાઈ રાણેવાડિયા (25)ને  શ્વાસ લેવામાં તકલીફ થતા ગેસની અસર થયેલ હોવાથી તે બંન્નેન સાકવાર માટે હળવદની સરકારી હોસ્પિટલમાં લાવ્યા હતા અને હાલમાં તે બંન્નેન સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યા છે આ બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી કરેલ છે. સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અને આ ઘટનાથી અગરિયાઓમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.






Latest News