મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો


SHARE









ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો

ટંકારાના સરાયા ગામે રહેતો યુવાન પોતાની ભેંસો લઈને ઘરે જતો હતો ત્યારે તે જ ગામમાં રહેતો એક શખ્સ ઘોડી લઈને નીકળતા ભેંસો ભડકી હતી જેથી ઘોડી દૂર ચલાવવા માટે કહ્યું હતું જે તેને સારું ન લાગતા ગાળો આપી હતી અને ત્યારબાદ તેને યુવાન સહિત બે વ્યક્તિ ઠપકો આપવા માટે ગયા હતા ત્યારે બે શખ્સોએ ગાળો આપીને ધોકા વડે બંનેને માર માર્યો હતો જેથી હાલમાં ભોગ બનેલા યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા ઈરફાનભાઇ ઇબ્રાહીમભાઇ જુણેજા (24) એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નયુમભાઈ મુસાભાઇ વિકીયા અને અયુબભાઈ મુસાભાઇ વિકીયાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, સરાયા ગામે પોતાની વાડીએથી પોતાની ભેંસો લઈને ઘર તરફ આવતા હતા.ત્યારે નયુમ ઘોડી લઈને ત્યાંથી નીકળ્યો હતો.જેથી ફરિયાદીની ભેંસો ભડકી હોય ઘોડી દૂર ચલાવવા માટે તેને કહ્યું હતું.જે તેને સારું નહીં લાગતા તેણે ફરિયાદી યુવાનને ગાળો આપી હતી અને ત્યાંથી જતો રહ્યો હતો.ત્યારબાદ ફરિયાદી તથા સાહેદ કાળુભાઈ નયુમને ઠપકો આપવા માટે ગયા હતા અને ત્યારે બંને આરોપીઓએ ફરિયાદી અને સાહેદને ગાળો આપીને લાકડાના ધોકા તેમજ પાવડાના હાથા વડે માર માર્યો હતો જેથી ઈજા પામેલ યુવાનને સારવાર લીધા બાદ બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News