ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાણેકપર નજીક ટ્રક પાછળ ડબલ સવારી બાઇક અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવાર દરમ્યાન રાજકોટ ખાતે મોત


SHARE







વાંકાનેરના રાણેકપર નજીક ટ્રક પાછળ ડબલ સવારી બાઇક અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવાર દરમ્યાન રાજકોટ ખાતે મોત

વાંકાનેર તાલુકાનાં રાણેકપર ગામના બોર્ડ પાસે વણાંકમાં બાઇક ચાલકે તેનું ડબલ સવારી બાઈક ટ્રકની પાછળના ભાગમાં અથડાવ્યું હતું જેથી બાઈક ચલાવી રહેલ યુવાનને માથાના ભાગમાં હેમરેજ થયું હતું અને તે યુવાનનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી હાલમાં મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના પંચાસર રોડ ઉપર આવેલ ધર્મનગર સંધિ સોસાયટીમાં રહેતા મજીદભાઈ હુસેનભાઇ જેસાણી (47) ની ફરિયાદ લઈને તેના મૃતક દિકરા સમીર મજીદભાઈ જેસાણી સામે ગુનો નોધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે જેમાં ફરિયાદીના જણાવ્યા મુજબ તેનો દિકરો સમીર મજીદભાઈ જેસાણી (21) બાઈક નંબર જીજે 36 એએચ 9200 લઈને તેના મિત્ર ચાંદભાઈ નુરમામદભાઈ સા ને પાછળ બેસાડીને વાંકાનેરથી માટેલ તરફ જતો હતો ત્યારે રાણેકપર ગામના બોર્ડ પાસે વળાંકમાં આગળ જઈ રહેલા ટ્રક નંબર કેએ 33 બી 5912 માં પાછળના ભાગે તેને પોતાનું બાઇક અથડાવ્યું હતું જેથી સમીર જેસાણીને માથામાં તથા શરીરે ગંભીર ઇજા થયેલ હતી માટે તેને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન રાજકોટ ખાતે તે યુવાનનું મોત નીપજ્યું હતું અને મૃતકના બાઈક ઉપર બેઠેલ ચાંદભાઈને પણ ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે જેથી અકસ્માત મૃત્યુના બનાવમાં મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જુગારની રેડ

મોરબી તાલુકાના શાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસે શાક માર્કેટ નજીક જાહેરમાં જુગાર રમતા હતા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા જલાલુદ્દીન દોસમામદ લધાણી (34) રહે. કાંતિનગર મોરબી તથા વલીમહમદ મહમદહુસેન સંવાણી (59) રહે. વીસીપરા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 560 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News