ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં બે ઘરફોડ ચોરીના ગુનામાં ચિખલીગર ગેંગનો સાગરીત પકડાયો: 200 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરીને આરોપીને દબોચ્યો


SHARE







મોરબીમાં બે ઘરફોડ ચોરીના ગુનામાં ચિખલીગર ગેંગનો સાગરીત પકડાયો: 200 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરીને આરોપીને દબોચ્યો

મોરબીની ખોડિયાર સોસાયટીમાં અને વિજયનગરના નાકા પાસે જુદાજુદા બે મકાનોને નિશાન બનાવીને ત્રણેક મહિના પહેલા નિશાન બનાવેલ હતા જેની ફરિયાદ બી ડિવિઝનમાં નોંધાયેલ હતી જેથી કરીને આરોપીને પકડવા માટે પોલીસ તપાસ કરી રહી હતી અને એક કે બે નહીં પરંતુ 200 જેટલા સીસીટીવી કેમેરાને ચેક કરવામાં આવ્યા હતા ત્યારે બાઇક ઉપર જામનગરથી મોરબી ચોરી કરવા માટે આવતા એક શખ્સને હાલમાં પકડવામાં આવેલ છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલ મુદામાલ રિકવર કરવામાં આવેલ છે અને તેની સાથે આ ચોરીના ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

મોરબીના ઇન્દિરાનગર નજીક આવેલ ખોડિયાર સોસાયટીમાં રહેતા સુખદેવભાઈ કરસનભાઈ સુરેલાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે, ગત તા. 28/5/24 ના સવારના આઠ વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના 7:00 વાગ્યા દરમિયાન તેઓના ઘરમાં કોઈપણ સમયે અજાણ્યા શખ્સ દ્વારા ઘરના દરવાજાના નકુચા તોડીને પ્રવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તસ્કરે કબાટમાં રાખવામાં આવેલ માલ સમાનને વેરવિખેર કરી નાખીને તેમાં રાખવામા આવેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરેલ છે અને તસ્કર 1.21 લાખનો મુદામાલ ચોરી કરી ગયા હતા. 

આવી જ રીતે મોરબીમાં વિજયનગર નાકા પાસે રહેતા જયંતીલાલ ગાંડુભાઈ સોલંકીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી કે, ગત તા. 22/6 ના રોજ રાત્રીના 12:00 થી સવારના 6:00 વાગ્યા દરમિયાન તેઓ પોતાના ઘરે નીચે રૂમમાં તાળું મારીને તેમના પત્ની અને સંતાનો સાથે ઘરમાં ઉપરના માળે અગાશી ઉપર સૂતા હતા ત્યારે અજાણ્યા શખ્સે તેના ઘરને નિશાન બનાવીને ઘરમાં પ્રવેશની ચોરી કરી હતી અને ત્યારે તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળીને 1,64,500 નો મુદામાલ લઈ ગયા હતા આ બંને ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે તપાસ શરૂ કરી હતી અને આ ગુનામાં બી ડિવિઝનના પીઆઇ એન.એ. વસાવા અને તેની ટીમે આરોપી સોનુસિંઘ શેરસિંઘ ખીચી જાતે ચિખલીગર શીખ (19) રહે. હાલ ખોડિયાર કોલોની યોગેશ્વરધામ ઢીચડા રોડ જામનગર વાળાની ધરપકડ કરેલ હતી અને તેના રિમાન્ડ પૂરા થતાં આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં  જેલ હવાલે કરવામાં આવેલ છે.

આ બાબતે ડીવાયએસપી પી.એ.ઝાલાની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેમણે જણાવ્યુ હતું કે આ આરોપી રાત્રિ દરમ્યાન બાઈલઈને અન્ય આરોપીઓની સાથે મોરબી આવતો હતો અને રાતે બંધ પડેલા મકાન કે પછી લોકો અગાશી ઉપર સૂતા હોય અને નીચેના ભાગે તાળા મરેલ હોય તેવા મકાનને તે નિશાન બનાવતા હતા વધુમાં માહિતી આપતા અધિકારીએ જણાવ્યુ હતું કે, આ આરોપીને પકડવા માટે 200 જેટલા સીસીટીવી કેમેરાને ચેક કરવામાં આવ્યા હતા અને આ આરોપીની પૂછપરછમાં તેને બંને ચોરીની કબૂલાત આપેલ છે. અને આ આરોપી ચોરીના ગુનામાં પહેલી વખત પકડાયેલ છે જો કે, તેની સાથે બીજા જે શખ્સો સંડોવાયેલ હતા તેના નામ પોલીસને મળે છે અને તેનો ગુનાહિત ઇતિહાસ હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે જેથી કરીને તે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.






Latest News