ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાને કોઈ કારણોસર ન કરવાનું કરી નાખ્યુ


SHARE







વાંકાનેર નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાને કોઈ કારણોસર ન કરવાનું કરી નાખ્યુ

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ રે-સેરા ક્રિએશન સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન લેબર કવાર્ટરમાં હતો ત્યારે કોઈ કારણોસર ત્યાં તેને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેનું મોત નિપજ્યું હતું અને આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઝારખંડનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના રાતાવિડા ગામની સીમમાં આવેલ રે-સેરા ક્રિએશન સીરામીક નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો ચરણ ટુકલુ બોંટા બારી (22) નામનો યુવાન લેબર કવાર્ટરમાં હતો ત્યારે ત્યાં છતમાં લગાવેલ પંખા સાથે કપડું બાંધીને ગળાફાંસો ખાઈને તેને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પ્રવીણભાઈ વલ્લભભાઈ બારૈયા (38) રહે. શક્તિ ટાઉનશીપ એવન્યુ બ્લોક-101 રવાપર મોરબી વાળાએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News