મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાંથી જુદીજુદી બે જગ્યાએ દારૂની રેડ: 3.52 લાખનો મુદામાલ કબજે


SHARE







મોરબીના રવાપર ગામ નજીક અને પંચાસર રોડ ઉપર જુદી જુદી બે જગ્યાઓ પર દારૂની રેડ કરી હતી ત્યારે કુલ મળીને દારૂની ચાર બોટલો કબજે કરેલ છે અને કુલ મળીને 3,52,800 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ વૈદેહી ફોર્મ પાસેથી પસાર થઈ રહેલ સ્વિફ્ટ ગાડી નંબર જીજે 36 એસી 9143 ને રોકીને પોલીસે ચેક કરતા તે ગાડીમાંથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 1,900 રૂપિયા ની કિંમતની દારૂની બોટલ તથા 3.50 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 3,52,800 ની કિંમત નો મુદ્દામાલ કબજે કરીને આરોપી તુષારભાઈ ભગવાનજીભાઈ દેસાઈ (35) રહે બોની પાર્ક સ્વપ્નસૃષ્ટિ એપાર્ટમેન્ટ મોરબી વાળાની ધરપકડ કરી હતી આવી જ રીતે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ખ્વાજા પેલેસની પાછળથી પસાર થઈ રહેલા બાળ કિશોરને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની ત્રણ બોટલ મળી આવતા પોલીસે 900 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર સામે પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરીને બાળકિશોરને તેના વાલીને સોંપી આપેલ છે






Latest News